લોહગઢ કિલ્લામાં મંગેતરની હત્યા, પરિવારની બદનામીના ડરે રચાઈ ખતરનાક સાજિશ

Fiancée murdered in Lohgarh Fort: મહારાષ્ટ્રના લોહગઢ કિલ્લા ખાતે થયેલા કેતન અગ્રવાલ હત્યા કેસમાં દરરોજ નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. આ કેસમાં પોલીસે કેતનની મંગેતર સિયા ગોયલ અને તેના બોયફ્રેન્ડ ચેતન ચૌધરીની ધરપકડ કરી છે. બંને હાલ પોલીસ રિમાન્ડ પર છે અને પૂછપરછ દરમિયાન અનેક મહત્વની વિગતો સામે આવી રહી છે.
મુખ્ય કારણ પરિવારની ‘બદનામી’નો ભય
પોલીસ પૂછપરછ દરમિયાન ચેતન ચૌધરીએ કબૂલ્યું છે કે સિયા ગોયલ પોતાના મંગેતર કેતન સાથેની સગાઈ તોડીને તેની સાથે ભાગી જવા તૈયાર નહોતી. તેનું મુખ્ય કારણ પરિવારની ‘બદનામી’નો ભય હતો. સમાજમાં પરિવારની ઈજ્જત ખરાબ ન થાય તે માટે સિયાએ ભાગી જવાને બદલે કેતનની હત્યાની ભયાનક સાજિશ રચી હોવાનું સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે 18 જૂને લોહગઢ કિલ્લા પરથી પડી જવાથી રિયલ એસ્ટેટ કંપનીના ડિરેક્ટર કેતન અગ્રવાલનું મોત થયું હતું. શરૂઆતમાં આ ઘટનાને અકસ્માત માનવામાં આવી હતી, પરંતુ તપાસ આગળ વધતા હત્યાનું રહસ્ય બહાર આવ્યું. પોલીસ મુજબ કેતન પોતાની મંગેતર સિયાનો જન્મદિવસ ઉજવવા માટે લોહગઢ ટ્રેકિંગ પર ગયો હતો. બંનેના લગ્ન નવેમ્બરમાં થવાના હતા.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
રાજસ્થાનમાં 17 કરોડ રૂપિયાનો મહેલ બુક કર્યો
પરિવારોએ લગ્ન માટે રાજસ્થાનમાં 17 કરોડ રૂપિયાનો મહેલ બુક કર્યો હતો અને મહેમાનો માટે બે ખાનગી વિમાનોની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ઘટનાના બાદ સિયાએ પોલીસને જણાવ્યું હતું કે ફોટો પડાવતા સમયે કેતનનો પગ લપસતા તે ખીણમાં પડી ગયો હતો.
ત્રણ કલાકની રેસ્ક્યૂ કામગીરી બાદ કેતનનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. શરૂઆતમાં પોલીસે અકસ્માતનો કેસ નોંધ્યો હતો, પરંતુ બાદમાં મોતની પરિસ્થિતિ શંકાસ્પદ લાગતા વધુ તપાસ હાથ ધરવામાં આવી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સિયાના પુણેના કोंઢવા વિસ્તારમાં રહેતા ચેતન ચૌધરી સાથે પ્રેમ સંબંધ હતા.
પોલીસના જણાવ્યા અનુસાર સિયા કેતન સાથે લગ્ન કરવા માંગતી નહોતી અને તેને પોતાના અને ચેતનના સંબંધોમાં અવરોધ માનતી હતી. ત્યારબાદ બંનેએ મળીને કેતનને રસ્તામાંથી હટાવવાની યોજના બનાવી હતી.
ક્રાઇમ બ્રાંચે ચેતનને કસ્ટડીમાં લીધો
તપાસમાં ખુલ્યું કે સિયા ફરવા જવાના બહાને કેતનને લોહગઢ કિલ્લા પર લઈ ગઈ હતી. ત્યારબાદ ચેતનને પણ ત્યાં બોલાવવામાં આવ્યો હતો અને બંનેએ મળીને કેતનને ખીણમાં ધક્કો મારી દીધો હતો. ઘટનાસ્થળ નજીકના CCTV ફૂટેજમાં 33 ડિગ્રી તાપમાનમાં હુડી પહેરેલો શખ્સ જોવા મળતા પોલીસને શંકા ગઈ અને ક્રાઇમ બ્રાંચે ચેતનને કસ્ટડીમાં લીધો હતો.
પૂછપરછ દરમિયાન ચેતને સ્વીકાર્યું કે કેતન તેમના સંબંધોમાં અવરોધ બની રહ્યો હતો, તેથી તેણે અને સિયાએ મળીને હત્યાની સાજિશ રચી હતી. PTIની રિપોર્ટ અનુસાર પોલીસે જ્યારે પૂછ્યું કે બંને ભાગી કેમ ન ગયા, ત્યારે ચેતને જણાવ્યું કે સિયા પરિવારની બદનામીથી ડરતી હતી અને સગાઈ તોડવા માટે તૈયાર નહોતી.
હાલ સિયા અને ચેતનને 29 જૂન સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે અને કેસની વધુ તપાસ ચાલુ છે. બીજી તરફ ચેતનના પિતા બાબુલાલ ચૌધરીએ પોતાના પુત્રને નિર્દોષ ગણાવ્યો છે. તેમનું કહેવું છે કે સિયા પોતાને બચાવવા માટે ચેતનને ફસાવવાનો પ્રયાસ કરી રહી છે.
આ પણ વાંચો : Nirjala Ekadashi 2026: આજે તુલસી પાસે દીવો પ્રગટાવતી વખતે આ વસ્તુ નાખો, પૈસાની તંગી દૂર થશે












