ટ્રેન્ડિંગનેશનલવિશેષ

‘કાનમાં અવાજ આવી રહ્યો હતો કે બલિથી જ મળશે સુખ-શાંતિ; પિતાએ પુત્રનું જ કાપી નાખ્યું ગળું 

Text To Speech

છત્તીસગઢ, 27 મે : શ્રદ્ધામાં બહુ તાકાત છે, પરંતુ અંધશ્રધ્ધા ના કરવાનું માણસ પાસે કરવી નાખે છે. આપણે અવારનવાર અંધશ્રદ્ધાના અનેક કેસ વાંચતાં હોઈએ છીએ. હાલમાં જ છત્તીસગઢના બલરામપુર જિલ્લાના રાજપુરમાં એક પિતાએ પોતાના 4 વર્ષના માસૂમ પુત્રની હત્યા કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે ઘરે સૂતા દીકરાને ઉપાડી પિતા ખેતરમાં લઈ જાય છે અને ત્યાં પોતાના જ પુત્રની બલિ આપે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મધરાતે જ્યારે માતા પુત્રને શોધવા માટે નીકળી તો આરોપી પિતાએ કહ્યું કે તેને તેના કાનમાં અવાજ સંભળાઈ રહ્યો હતો, કોઈ વારંવાર કહી રહ્યું હતું કે હું કોઈની બલિ આપીશ તો ઘરમાં સુખ, શાંતિ અને પૈસા રહેશે. આ પછી તેણે પોતાના પુત્રનું બલિદાન આપ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના બાદ પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે. માસુમ બાળકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ બાદ તેના પરિવારજનોને સોંપવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, શંકરગઢ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મહુઆડીહ ગામનો રહેવાસી કમલેશ 35 વર્ષનો છે. તેની પત્ની અને તેના બે બાળકો તેની સાથે રહેતા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે યુવક છેલ્લા કેટલાક દિવસોથી અજીબોગરીબ હરકતો કરી રહ્યો હતો.

આ ઘટના બાદ આરોપી યુવક ઘરેથી ફરાર થઈ ગયો હતો. જે બાદ પોલીસે ગામને ઘેરી લીધું અને તેને પકડી લીધો. આ પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાના પુત્રની બલિદાનની હકીકત સ્વીકારી છે. આ સમગ્ર મામલાની માહિતી આપતા પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ જિતેન્દ્ર સોનીએ જણાવ્યું કે આ સમગ્ર મામલો અંધશ્રદ્ધાનો હોવાનું કહેવાય છે. જ્યાં યુવકે પોતાના જ પુત્રનું ગળું કાપીને હત્યા કરી નાખી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

આ પણ વાંચો :અદાણીના મુન્દ્રા પોર્ટે બનાવ્યો રેકોર્ડ, પહેલીવાર દેશમાં આવ્યુ આટલું મોટું કન્ટેનર શિપ, તેની સાઈઝ જાણીને તમે હેરાન થઈ જશો

Back to top button