ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

નોઇડામાં ફાર્મહાઉસ પાર્ટી પર દરોડો: ગેરકાયદે હુક્કા-દારૂ પીરસવા બદલ અનેકની અટકાયત

Text To Speech
  • સેક્ટર 135માં આવેલા ફાર્મહાઉસમાંથી પોલીસે મોટા પ્રમાણમાં ગેરકાયદેસર દારૂ અને હુક્કાનો જથ્થો જપ્ત કર્યો 

નોઇડા, 18 મે: ઉત્તર પ્રદેશની નોઈડા પોલીસે મોડી રાત્રે સેક્ટર 135માં આવેલા એક ફાર્મહાઉસમાં ગેરકાયદેસર પાર્ટી પર દરોડો પાડ્યો હતો અને બે મહિલાઓ સહિત અડધા ડઝનથી વધુ લોકોની અટકાયત કરી હતી. પોલીસને સોશિયલ મીડિયા દ્વારા આ પાર્ટીની જાણ થઈ હતી. મળતી માહિતી અનુસાર, શુક્રવાર અને શનિવારની મધ્યરાત્રિએ પોલીસની ટીમે એક્સપ્રેસવે પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ફાર્મહાઉસ પર દરોડો પાડ્યો હતો અને મોટા પ્રમાણમાં ગેરકાયદેસર દારૂ અને હુક્કાનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, તેમને વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફરતી પોસ્ટ દ્વારા પાર્ટી વિશે માહિતી મળી હતી.

 

આ મામલે પોલીસે શું કહ્યું?

 

એડિશનલ DCP મનીષ કુમાર મિશ્રાએ કહ્યું કે, અમને સેક્ટર 135માંથી માહિતી મળી હતી. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો કે ગેરકાયદેસર રીતે પાર્ટીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પછી એક ટીમ મોકલવામાં આવી હતી. જ્યારે ટીમ ફાર્મહાઉસ પર પહોંચી તો તેમને જાણવા મળ્યું કે, પાર્ટીમાં ઘણા બહારના લોકો હતા અને આયોજકો દારૂ પીરસી રહ્યા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે, આ એક ગીત લોન્ચ પાર્ટી છે પરંતુ વધુ તપાસમાં અમને અનિયમિતતા મળી. અમે રિકવરી પણ કરી. હુક્કા અને ધુમ્રપાનની સામગ્રીનો મોટો જથ્થો મળી આવ્યો છે. ઘણા લોકોની અટકાયત કરવામાં આવી છે અને તેમની ઓળખ કરવામાં આવી રહી છે.

આ પણ જુઓ: તારક મહેતાના સોઢી 25 દિવસ બાદ ઘરે પરત ફર્યા, જાણો ક્યાં અને કેવી રીતે પસાર કર્યા આ દિવસો ?

Back to top button