ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

Fact Check: સ્મૃતિ ઈરાનીએ માછલી પકડેલી તસવીરની હકીકત શું છે?

  • સાંસદ સ્મૃતિ ઈરાનીની માછલી પકડેલી તસવીર નવરાત્રી દરમિયાન લેવામાં આવી હોવાનો સોશિયલ મીડિયામાં દાવો 

નવી દિલ્હી, 19 એપ્રિલ: કેન્દ્રીય મંત્રી અને સાંસદ સ્મૃતિ ઈરાનીની બે તસવીરોનો કોલાજ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ કોલાજની એક બાજુની તસવીરમાં તેઓએ માછલી પકડેલી જોવા મળે છે, જ્યારે બીજી બાજુની તસવીરમાં તેઓ દેવી દુર્ગાની ફ્રેમ સાથે જોવા મળે છે. કેટલાક લોકો આ ફોટોને વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરીને એવો દાવો કરી રહ્યા છે કે તે નવરાત્રિ દરમિયાન લેવામાં આવ્યો છે. તો તમને જણાવી દઈએ કે, સ્મૃતિ ઈરાનીની આ તસવીરો નવરાત્રિની હોવાનો દાવો ભ્રામક છે. બંને તસવીરો 6 એપ્રિલ, 2024ના રોજ ચૈત્ર નવરાત્રીની શરૂઆત પહેલા લેવામાં આવી હતી.

જ્યારે વાયરલ પોસ્ટની તપાસ કરવામાં આવી ત્યારે દાવો ભ્રામક હોવાનું બહાર આવ્યું છે. વાયરલ ફોટો 6 એપ્રિલ, 2024નો નીકળ્યો છે, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ નવરાત્રી પહેલા ઉત્તર ચેન્નઈમાં ભાજપના ઉમેદવાર માટે પ્રચાર કર્યો હતો. મહત્ત્વપૂર્ણ છે કે, ચૈત્રી નવરાત્રિ આ વર્ષે 9 એપ્રિલે શરૂ થઈ હતી અને 17 એપ્રિલે સમાપ્ત થઈ ગઈ હતી.

શું છે આ વાયરલ તસવીર પાછળનું સત્ય?

ફેસબુક યુઝર હરજીતસિંહ જોહરે 15 એપ્રિલ 2024ના રોજ આ તસવીર શેર કરતી વખતે નવરાત્રિ દરમિયાન એક જ ફ્રેમમાં માછલી અને દેવી દુર્ગાની તસવીરની સરખામણી પર સવાલ ઉઠાવ્યા હતા. જેની એક પછી એક દરેક ચિત્રની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવતા સત્ય બહાર આવ્યું હતું.

પ્રથમ ચિત્ર:

તપાસમાં ગૂગલ રિવર્સ ઈમેજ સર્ચ કરીને, હિન્દુસ્તાન ટાઈમ્સના ઈન્સ્ટાગ્રામ પેજ પર સ્મૃતિ ઈરાનીની માછલી પકડેલી એક તસવીર મળી આવી. પોસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, આ તસવીર 6 એપ્રિલ, 2024ના રોજ ચેન્નઈના ઉત્તર મતવિસ્તારમાં ચૂંટણી પ્રચાર રેલી દરમિયાન લેવામાં આવી હતી.

claim
claim\Hindustan times

ટાઈમ્સ ઓફ ઈન્ડિયા જેવી ન્યૂઝ વેબસાઈટ્સે પણ 6 એપ્રિલ, 2024ના રોજ આ ઘટનાની જાણ કરી હતી, જ્યાં માછીમારોએ સ્મૃતિ ઈરાનીને ભેટ તરીકે એક મોટી માછલી આપી હતી.

બીજું ચિત્ર:

6 એપ્રિલ, 2024ના રોજ તેમના વેરિફાઈડ ટ્વિટર એકાઉન્ટ પર એક ટ્વીટમાં દુર્ગા માની તસવીર ધરાવતો સ્મૃતિ ઈરાનીનો ફોટો જોવા મળ્યો હતો, જેમાં ઉત્તર ચેન્નઈ અને તિરુવલ્લુરમાં તેમના ચૂંટણી પ્રચારનું વર્ણન કરવામાં આવ્યું હતું.

 

ભારતમાં નવરાત્રી 9 એપ્રિલ, 2024ના રોજ શરૂ થઈ હોવાથી, તે સ્પષ્ટ છે કે આ બંને ફોટા નવરાત્રિ પહેલા લેવામાં આવ્યા છે. ભ્રામક દાવા સાથે ફોટો પોસ્ટ કરનાર યુઝર હરજીત સિંહ જોહરની પ્રોફાઇલ સ્કેન કરી તપાસ કરતાં તે કાનપુરનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે અને તેના માત્ર 400 ની આસપાસ ફોલોઅર્સ છે.

દાવો: માછલી પકડેલી સ્મૃતિ ઈરાનીની આ તસવીર નવરાત્રિની છે.

દાવો કોને કર્યો: ફેસબુક યુઝર હરજીતસિંહ જોહરે 15 એપ્રિલ, 2024ના રોજ આ ફોટો શેર કરતી વખતે નવરાત્રિ દરમિયાન એક જ ફ્રેમમાં માછલી અને દેવી દુર્ગાના ચિત્રની સરખામણી પર સવાલ ઉઠાવ્યા હતા.

દાવાનું નિષ્કર્ષ: સ્મૃતિ ઈરાનીની આ તસવીરો નવરાત્રિની હોવાનો દાવો ભ્રામક છે. બંને તસવીરો 6 એપ્રિલ, 2024ના રોજ ચૈત્ર નવરાત્રીની શરૂઆત પહેલા લેવામાં આવી હતી.

હકીકત શું છે: દાવો ખોટો છે.

આ પણ જુઓ: Fact Check: શું અભિનેતા રણવીર સિંહે ખરેખર કોંગ્રેસ માટે વોટ માંગ્યા? જાણો શું છે વીડિયોનું સત્ય

Back to top button