આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગદિવાળીનેશનલ

વિદેશમંત્રી એસ. જયશંકરે UKમાં દિવાળી ઉજવી, ઋષિ સુનકને આપ્યું વિરાટ કોહલીનું બેટ

Text To Speech
  • એસ જયશંકર તેમની પત્ની સાથે યુકેના પીએમને મળ્યા
  • તેમને ભગવાન ગણેશની પ્રતિમા અને વિરાટ કોહલીનું બેટ અર્પણ કર્યું
  • ભારત આજે સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર છે- એસ જયશંકર

લંડન :ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર દિવાળીના અવસર પર યુનાઇટેડ કિંગડમની મુલાકાતે હતા. અહીં એસ જયશંકરે લંડનમાં BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરમાં પ્રાર્થના કરીને દિવાળીની ઉજવણી કરી હતી. એસ જયશંકર તેમના પત્ની સાથે યુકેના પીએમને મળ્યા હતા અને તેમને ભગવાન ગણેશની પ્રતિમા અને વિરાટ કોહલીનું બેટ અર્પણ કર્યું હતું. બંને વચ્ચે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.

પીએમ ઋષિ સુનકે વિરાટનું બેટ લીધું

એસ જયશંકરની મુલાકાત બાદ ખબર પડી કે બ્રિટિશ પીએમ ઋષિ સુનક પણ ભારતીય સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીના ફેન છે. કારણ કે બંને નેતાઓની મુલાકાત દરમિયાન વિદેશ મંત્રી જયશંકરે વિરાટ કોહલીનું બેટ ઋષિ સુનકને ભેટમાં આપ્યું હતું જેના પર ક્રિકેટરની સહી પણ હતી.

ભારતની છબી બદલાઈ

લંડનમાં સ્વામિનારાયણ મંદિર ખાતે વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યુ હતું કે, આપ સૌને દિવાળીની શુભકામનાઓ. આવા શુભ અવસર પર પોતાના લોકોની વચ્ચે રહેવાથી વધુ આનંદની વાત હોઈ શકે નહીં. હું અહીં યુનાઇટેડ કિંગડમની મુલાકાતે છું અને દિવાળી જેવા પ્રસંગે હું મારા સમુદાયના સભ્યો સાથે રહેવાની તક ઝડપી લઉં તે સ્વાભાવિક છે. આપણે બધા જાણીએ છીએ કે મોદી સરકાર દરરોજ 24 કલાક કામ કરે છે. દિવાળીના દિવસે હું ઋષિ સુનક સાથે લાંબી મુલાકાત કરીને  આવ્યો છું. અમને યુકે અને ભારત સાથેના સંબંધો અંગે ચર્ચા કરવાની તક મળી. ભારતની છબી કેટલી બદલાઈ છે તેનો હું પુરાવો છું.

ભારત ઝડપથી વિકસતું અર્થતંત્ર છે

તેમણે વધુમાં કહ્યું હતું કે, ભારતની છબીનો એક મોટો ભાગ એ છે જે તમે તમારા રોજિંદા જીવનમાં કરો છો. પીએમ મોદી જ્યારે પણ બહાર જાય છે ત્યારે તેઓ ભારત માતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની તક છોડતા નથી. ભારત આજે સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર છે. અમે ખૂબ જ મુશ્કેલ સંજોગોમાં ખૂબ જ સફળ G20 પ્રમુખપદ મેળવ્યું હતું.

આ પણ વાંચો, એફબી, ઈન્સ્ટાગ્રામ કે ટ્વીટર પર ફરવા ગયાના ફોટો મુક્યો તો તસ્કરો આવ્યા સમજો

Back to top button