ગુજરાતટોપ ન્યૂઝ

એફબી, ઈન્સ્ટાગ્રામ કે ટ્વીટર પર ફરવા ગયાના ફોટો મુક્યો તો તસ્કરો આવ્યા સમજો

  • ગુજરાતમાં મીની વેકેશનમાં બંધ ઘરોમાં થતી ચોરીઓ અટકાવવા શહેર પોલીસ સક્રિય
  • દિવાળીમાં ફરવા જાવ તો સોશિયલ મીડિયા પર ફોટો મૂકતા પહેલા ચેતજો
  • લોકોને તસ્કરોથી બચવા માટે સોશિયલ મીડિયા કે સ્ટેટસમાં ફોટો ના મુકવા અપીલ

ગુજરાતમાં મીની વેકેશનમાં બંધ ઘરોમાં થતી ચોરીઓ અટકાવવા શહેર પોલીસ સક્રિય છે. જેમાં દિવાળીમાં ફરવા જાવ તો સોશિયલ મીડિયા પર ફોટો મૂકતા પહેલા ચેતજો. શહેર પોલીસને રાત્રિ પેટ્રોલિંગ કરી શંકાસ્પદ લોકોને ચેક કરવાની સૂચના આપવામાં આવી છે. તેમજ બહારગામ જવાની યોજના હોય તો નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવી જોઇએ.

આ પણ વાંચો: ગુજરાત: દિવાળી દરમિયાન ACB અધિકારીઓની બાજ નજર, લાંચિયો અધિકારી સકંજામાં ફસાયો

એફબી, ઈન્સ્ટાગ્રામ કે ટ્વીટર પર ફરવા ગયાના ફોટો મુક્યો તો તસ્કરો આવ્યા સમજો

દિવાળી વેકેશનમાં ફરવા કે વતનમાં જાવ તેનો વાંધો નથી પણ જો એફબી, ઈન્સ્ટાગ્રામ કે ટ્વીટર પર ફરવા ગયાના ફોટો મુક્યો તો તસ્કરો તમારા બંધ ઘરના તાળાં તોડી ચોરી કરી શકે છે. શહેર પોલીસ દ્વારા ફરવા જતા લોકોને બહારગામ ગયાના ફોટો, વીડિયો કે રિલ્સ અપલોડ ના કરવા માટે અરજ કરવામાં આવી છે. દિવાળી વેકેશનમાં ઘરફોડ ચોરીની ઘટનાઓ પર અંકુશ મુકવા પોલીસ પણ સક્રિય બની છે. પોલીસ કમિશનર દ્વારા પોલીસને રાત્રી પેટ્રોલિંગ કરી શંકાસ્પદ લોકોને ચેક કરવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત દિવાળીના મિની વેકેશનમાં ફરવા કે વતનમાં જતા લોકોને તસ્કરોથી બચવા માટે સોશિયલ મીડિયા કે સ્ટેટસમાં ફોટો ના મુકવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: અમદાવાદના આ વિસ્તારમાં બનશે સ્પોર્ટ્સ સિટી, સરકાર 500 એકર જમીન સંપાદન કરશે 

તસ્કરો દિવાળી વેકેશન અને શિયાળાના સમયગાળામાં બંધ ઘરોને ટાર્ગેટ કરે છે

તસ્કરો દ્વારા ખાસ કરીને ઉનાળું, દિવાળી વેકેશન અને શિયાળાના સમયગાળામાં બંધ ઘરોને ટાર્ગેટ કરીને ઘરફોડ ચોરીઓ આચરવામાં આવતી હોય છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક વર્ષોથી વેકેશનમાં ફરવા કે વતનમાં જતા લોકો દ્વારા સોશિયલ મીડિયા જેવા કે ઈન્સ્ટાગ્રામ, ફેસબુક કે ટ્વીટર પર ફરવા ગયાના ફોટો અપલોડ કરવા કે રિલ્સ બનાવી મુકવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. બીજી તરફ સોશિયલ મીડિયામાં અપલોડ થતા આ ફોટો અને રિલ્સ જોઈને જે તે વ્યક્તિને ત્યાં અગાઉ કામ કરી ચુકેલા ઘરઘાટી સહિતના રોજમદારો ચોરીની યોજના બનાવતા હોય છે.

Back to top button