મહારાષ્ટ્રમાં કલેક્ટરની ઓફિસમાંથી મોડી રાતે EVM મશીનની ચોરી, જૂઓ વીડિયો
પૂણે (મહારાષ્ટ્ર), 06 ફેબ્રુઆરી: પૂણેના ગ્રામીણ કલેક્ટરની ઓફિસમાંથી EVM મશીનની ચોરી થઈ છે. સોમવારે અજાણ્યા શખ્સોએ પૂણે જિલ્લાના સાસવડમાં કલેકટર ઓફિસના તાળા તોડી રૂમમાં રાખેલા EVM મશીનના ડેમો મશીનની ચોરી કરી હતી. આ સમગ્ર ઘટના CCTVમાં પણ કેદ થઈ છે. તહસીલ કચેરીના અધિકારીઓએ જોયું કે સ્ટ્રોંગ રૂમનું તાળું તૂટેલું છે અને રૂમમાં રાખેલા એક ઈવીએમ મશીનનું કંટ્રોલ યુનિટ ચોરાઈ ગયું છે.
જૂઓ આ ઘટનાના CCTV ફૂટેજ
સાસવડની મામલતદાર કચેરીમાં રખાયેલા અનેક EVM મશીનો પૈકી ડેમો ઈવીએમ મશીન ત્રણ અજાણ્યા ઈસમો કચેરીના તાળા તોડીને ચોરી કરી ગયા છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી. આ દરમિયાન CCTV ફૂટેજમાં ચોર EVM મશીન ઉપાડીને લઈ જતા દેખાયા હતા. આ પછી સાસવડ પોલીસે ચોરીનો ગુનો નોંધીને આ વધુ તજવીજ હાથ ધરી છે.
પૂણે ગ્રામીણ પોલીસ અધિક્ષક પંકજ દેશમુખે જણાવ્યું હતું કે, આ ગુનાના સંબંધમાં સાસવડ પોલીસ સ્ટેશનમાં ત્રણ અજાણ્યા લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. સાસવડ તહેસીલદાર પોલીસ આસપાસના વિસ્તારમાં ત્રણ અજાણ્યા ચોરોની પૂછપરછ કરી રહી છે. મહત્ત્વનું છે કે, સાસવડ તહસીલદાર કચેરીમાં કુલ 40 ઈવીએમ મશીનો રાખવામાં આવ્યા હતા. પરંતુ ત્રણ ચોરોએ માત્ર એક EVM ડેમો યુનિટની ચોરી કરી છે. તેમણે EVM મશીન શા માટે ચોર્યું તેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
આ પણ વાંચો: ઉદયપુરની હોટેલ રેડિસન બ્લુમાં આયોજિત લગ્ન પ્રસંગમાં રૂ.1 કરોડથી વધુ હીરા – રોકડની ચોરી