ટ્રેન્ડિંગનેશનલ

બેંગલુરુના ટ્રાફિકમાં ફસાયા તો રસ્તા પર ઊભા રહીને શરૂ કરી મીટિંગ, પોસ્ટ થઈ વાયરલ

Text To Speech

બેંગલુરુ (કર્ણાટક), 24 માર્ચ: બેંગલુરુ બે બાબતો માટે જાણીતું છે. એક ટ્રાફિક અને બીજું સ્ટાર્ટઅપ. જો કોઈ સ્ટાર્ટઅપ કરવા માંગે છે, તો તેની પ્રથમ પસંદગી બેંગલુરુ છે. આ શહેરને ભારતની આઈટી કેપિટલ પણ કહેવામાં આવે છે. અવારનવાર ટ્રાફિકને લઈને બેંગલુરુના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. હાલમાં જ ટ્રાફિકને લગતી બીજી એક તસવીર ફરી વાયરલ થઈ રહી છે જેમાં એક જ ઓફિસના બે કર્મચારીઓ ટ્રાફિકમાં ફસાયેલા જોવા મળે છે. સમયનો બગાડ ન થાય તે માટે બંનેએ ટ્રાફિકની વચ્ચે ઓફિસનું કામ શરૂ કરી દીધું હતું.

સમય બચાવવા ટ્રાફિકમાં ઓફિસનું કામ કરવાનું શરૂ કર્યું

ફોટો શેર કરતા અંકિત પરાશરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું – જ્યારે તે તેની ઓફિસ જઈ રહ્યો હતો ત્યારે તે બેંગલુરુના લાંબા ટ્રાફિક જામમાં ફસાઈ ગયો. યોગાનુયોગ તે તેના સાથીદાર અને પાડોશી શિવલ શ્રીવાસ્તવને મળ્યો. ટ્રાફિક જામ એટલો લાંબો હોવાથી ત્યાંથી બહાર નીકળવામાં લાંબો સમય લાગી શકે તેમ હતું. જેને ધ્યાનમાં લઈને બંનેએ તેમના સ્ટાર્ટઅપ માટે નવા ઓનબોર્ડિંગ ફ્લો માટે વિચારોની ચર્ચા કરીને સમયનો સદ્ઉપયોગ કર્યો.

લોકોએ વાયરલ પોસ્ટ પર જાતજાતની કોમેન્ટ્સ કરી

અંકિતની આ પોસ્ટને અત્યાર સુધીમાં 27 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. ઘણા યુઝર્સ આ પોસ્ટ પર કોમેન્ટ પણ કરી રહ્યા છે.એક યુઝરે લખ્યું છે – ટ્રાફિકથી કામ શરૂ કરવાનો વિચાર કેવો હશે. બીજા એકે લખ્યું કે, જો તમે જીવનને જીવવા લાગશો તો તમારું કંઈ જતું નહીં રહે. કામ સિવાય પણ જીવન છે. કોઈપણ વસ્તુમાં આટલું ગાંડું બનવું યોગ્ય નથી. આ વાત સૌને ખબર હોવી જોઈએ. ત્રીજા યુઝરે લખ્યું કે, જો તેમણે વિચારોને બદલે વાહન શેર કર્યું હોત તો ટ્રાફિક ઓછો હોત.

આ પણ વાંચો: બે હાથી વચ્ચે મહા યુદ્ધથી મચ્યો હડકંપ, ઉત્સવમાં સર્જાયો અફરાતફરીનો માહોલ, જૂઓ વીડિયો

Back to top button