ટ્રેન્ડિંગનેશનલવર્લ્ડવીડિયો સ્ટોરી

વિવાદો વચ્ચે સિદ્ધુ મૂસેવાલાના પિતાની નવજાત પુત્ર સાથેની તસવીર ટાઈમ્સ સ્ક્વેર પર જોવા મળી

  • સિદ્ધુ મૂસેવાલાના પિતા બલકૌરસિંહ માટે ફરી એકવાર ખાસ ક્ષણ

ન્યુયોર્ક, 22 માર્ચ: સ્વર્ગસ્થ પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાના માતા-પિતા ઘણા દિવસોથી ચર્ચામાં છે. તાજેતરમાં તેમના પેરેંટ્સ બીજી વખત માતા-પિતા બન્યા છે. તેઓએ તેમના બીજા પુત્રનું સ્વાગત કર્યું છે. ઘણી જહેમત બાદ ફરી એકવાર ખુશી તેમના ઘરે પરત આવી છે ત્યારે તેમની સામે અનેક પડકારો ઉભા થયા હતા. આ પડકારો વિશે વાત કરતા પહેલા એ મહત્ત્વપૂર્ણ છે કે, સિદ્ધુ મૂઝવાલાના પિતાએ ઈતિહાસ રચ્યો છે. ન્યુયોર્કના ટાઇમ્સ સ્ક્વેર પર તેમનો અને તેમના નાના પુત્રનો તસવીર  પ્રદર્શિત કરવામાં આવી હતી. જેનો વીડિયો પણ એક ચાહક દ્વારા શેર કરવામાં આવ્યો છે.

 

 

View this post on Instagram

 

A post shared by Ludhiana Live (@ludhianalive)

સિદ્ધુ મૂસેવાલાના પિતા ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેર પર દેખાયા 

બલકૌરસિંહ અને તેમની પત્ની ચરણ કૌરે તેમના એકમાત્ર પુત્ર શુભદીપ સિંહ સિદ્ધુ ઉર્ફે સિદ્ધુ મૂસેવાલાને ગુમાવ્યાના લગભગ બે વર્ષ પછી તેઓએ 17 માર્ચે તેમના બીજા બાળકનું સ્વાગત કર્યું છે. ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેર પર એક પછી એક અનેક તસવીરો મુકવામાં આવી હતી, જેમાં બલકૌર સિંહ અને નવજાત શિશુ સિવાય સિદ્ધુ મૂસેવાલાની પણ તસવીરો પ્રદર્શિત થઈ હતી. એક ચાહકે ટાઈમ્સ સ્ક્વેર ખાતે સિદ્ધુ અને તેના નવજાત ભાઈનો આ વીડિયો શેર કર્યો છે અને તેણે લખ્યું છે કે, ‘સિદ્ધુ મૂસેવાલા માટે મોટી ક્ષણઃ ન્યૂયોર્કના ટાઈમ સ્ક્વેર પર તેના પિતા અને નવજાત બાળકની તસવીર પ્રદર્શિત થઈ.’

બલકૌરસિંહ દ્વારા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ સિદ્ધુ મૂસેવાલાના પિતા બલકૌરસિંહે એક વીડિયો જાહેર કર્યો હતો અને કહ્યું હતું કે, પંજાબ સરકાર તેમના નવજાત બાળક અંગે ઘણા પ્રશ્નો પૂછી રહી છે. તેમણે દાવો કર્યો હતો કે, ભગવંત માનની આગેવાની હેઠળની પંજાબ સરકાર બાળકના જન્મ પછી તેને હેરાન કરી રહી છે. તેમણે વીડિયોમાં કહ્યું હતું કે, ‘તેઓ મને બાળકના દસ્તાવેજો રજૂ કરવા માટે કહી રહ્યા છે. તે મારું બાળક છે, બાળક કાયદેસર છે તે સાબિત કરવા માટે તેઓ મને તમામ પ્રકારના પ્રશ્નો પૂછે છે.” આ સાથે તેમણે પંજાબ સરકાર પાસે સમય પણ માંગ્યો હતો. આ પછી તે પણ બહાર આવ્યું કે, તેઓ પર IVF નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. આ સિવાય કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પંજાબ સરકારને પણ આ સંદર્ભમાં રિપોર્ટ સોંપવા કહ્યું છે.

ક્યારે થઈ હતી સિદ્ધુ મૂસેવાલાની હત્યા?

ઉલ્લેખનીય છે કે, 29 મે 2022ના રોજ પંજાબના માનસા જિલ્લામાં હુમલાખોરો દ્વારા સિદ્ધુ મૂસેવાલાની હત્યા કરવામાં આવી હતી. તે 28 વર્ષનો હતો. તે જ વર્ષે, તેઓ કોંગ્રેસની ટિકિટ પર પંજાબ વિધાનસભાની ચૂંટણી લડ્યા, પરંતુ હારી ગયા. તેમના મૃત્યુ પછી, તેમના માતા-પિતાએ IVF દ્વારા બાળકની યોજના બનાવી અને તાજેતરમાં જ બાળકને જન્મ આપ્યો છે.

આ પણ જુઓ: કાશ્મીરી આતંકીઓ ગિલાનીની પૌત્રી અને શબ્બીર શાહની પુત્રીનું દેશભક્તિ ગાન!

Back to top button