ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

એલ્વિશ યાદવની મુશ્કેલી વધી: EDએ મોકલ્યું નવું સમન્સ, પૂછપરછ માટે તેડું

  • EDએ આ મામલામાં એલ્વિશના મિત્ર અને ગાયક રાહુલ યાદવ ઉર્ફે ફાઝીલપુરિયાની પણ પૂછપરછ કરી હતી

નવી દિલ્હી, 10 જુલાઇ: ફેમસ યુટ્યુબર એલ્વિશ યાદવની મુશ્કેલીઓ વધી રહી છે. પાર્ટીમાં સાપના ઝેરના કેસમાં EDએ એલ્વિશ યાદવને આજે બુધવારે નવેસરથી સમન્સ મોકલ્યું છે અને તેને 23 જુલાઈએ પૂછપરછ માટે લખનઉ બોલાવ્યો છે. આ પહેલા EDએ એલ્વિશ યાદવને નોટિસ મોકલીને 8મી જુલાઈએ બોલાવ્યો હતો, પરંતુ એલ્વિશ વિદેશમાં હોવાનું કહીને તપાસ માટે વધારાનો સમય માંગ્યો હતો. EDએ આ મામલામાં એલ્વિશના મિત્ર અને ગાયક રાહુલ યાદવ ઉર્ફે ફાઝીલપુરિયાની પણ પૂછપરછ કરી હતી. ફાઝીલપુરિયાની લખનૌમાં 7 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.

 

 

View this post on Instagram

 

A post shared by Elvish Raosahab (@elvish_yadav)

EDએ અગાઉ 8મી જુલાઈના રોજ બોલાવ્યો હતો 

અગાઉ EDએ એલ્વિશ યાદવને નોટિસ આપીને 8મી જુલાઈએ બોલાવ્યો હતો, પરંતુ એલ્વિશે તે વિદેશમાં હોવાનું કહીને થોડા દિવસનો સમય માંગ્યો હતો. જેના પર EDએ હવે 23મી જુલાઈએ હાજર થવા માટે સમન્સ જારી કર્યું છે.

મે મહિનામાં, એવું જાણવા મળ્યું હતું કે, EDએ એલ્વિશ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે. આ દરમિયાન એ પણ બહાર આવ્યું કે, ED એલ્વિશની માલિકીની મોંઘી કારોના કાફલાની પણ તપાસ કરશે. મળતી માહિતી અનુસાર, એલ્વિશ સામે મોટી કાર્યવાહી થઈ શકે છે.

વધુમાં એલ્વિશ યાદવની સાથે, ED મોટી હોટેલ્સ, રિસોર્ટ અને ફાર્મ હાઉસના માલિકોની પણ પૂછપરછ કરશે. મહત્ત્વપૂર્ણ છે કે, એલ્વિશ યાદવની નોઈડા પોલીસે ધરપકડ કરી હતી. હાલ તે જામીન પર બહાર છે. EDએ એલ્વિશ યાદવ પર કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી લીધી છે.

સમગ્ર મામલો શું છે?

મહત્ત્વપૂર્ણ છે કે, એલ્વિશ યાદવ વિરુદ્ધ ગયા વર્ષે નોઈડામાં FIR દાખલ કરવામાં આવી હતી. આ FIR પીપલ્સ ફોર એનિમલ્સ સંસ્થા દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેમાં એલ્વિશ યાદવ પર સાપ અને તેના ઝેરની ગેરકાયદેસર દાણચોરીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. પીપલ્સ ફોર એનિમલ્સ સંસ્થાના સ્થાપક પૂર્વ સાંસદ મેનકા ગાંધી છે. આરોપ હતો કે, એલ્વિશ યાદવ મોંઘી રેવ પાર્ટીઓમાં સાપનું ઝેર આપીને લાખો રૂપિયા કમાઈ રહ્યો હતો.

આ કેસમાં એલ્વિશની 17 માર્ચ 2024ના રોજ ધરપકડ પણ કરવામાં આવી હતી, પરંતુ બાદમાં તેને જામીન પર છોડવામાં આવ્યો હતો. પોલીસ પૂછપરછ: એલવીશે તમામ આરોપોને ફગાવી દીધા. જોકે પોલીસ તપાસ દરમિયાન તેની સંડોવણી બહાર આવી હતી. આ પછી EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો.

આ પણ જુઓ: લખનઉ-આગ્રા એક્સપ્રેસ વે પર મોટી દુર્ઘટના, ડબલ ડેકર બસ કન્ટેનર સાથે અથડાતા 18ના મૃત્યુ

Back to top button