ટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

Elon Muskના પરફ્યુમને જોરદાર પ્રતિસાદ, એક સપ્તાહમાં વેચાઈ ‘Burnt Hair’ની બધી બોટલ

Text To Speech

દુનિયાના સૌથી અમીર કારોબારી એલન મસ્ક તાજેતરમાં પોતાની ‘ધ બોરિંગ કંપની’ દ્વારા ‘Burnt Hair’પરફ્યુમ લોન્ચ કરવામાં આવ્યો હતો. 7 દિવસની અંદર આ લિમિટેડ એડિશન પરફ્યુમની 30,000 બોટલો વેચાઈ ચુકી છે. આ પરફ્યુમની ડિલિવરી 2023ના પહેલા ત્રિમાસિકથી શરૂઆત થશે. ‘બર્ન્ટ હેર’ પરફ્યુમની કિંમત 8,400 રૂપિયા છે.

જ્યારે મસ્કે આ પરફ્યુમ લોન્ચ કર્યું ત્યારે તેણે તેની કંપનીની વેબસાઈટની લિંક પણ શેર કરી હતી. ‘Burnt Hair’ પરફ્યુમની કિંમત 100 ડોલર હતી. તે જ સમયે, ભારતીય ગ્રાહક માટે, તેની કિંમત 8,400 રૂપિયા હતી, જેના પર આંતરરાષ્ટ્રીય શિપિંગ ચાર્જ રૂ. 3000 અલગથી હતા.

  • – 7 દિવસની અંદર પરફ્યુમની 30,000 બોટલો વેચાઈ ચુકી છે
  • – 2023ના પહેલા ત્રિમાસિકમાં ડીલીવરીની થશે શરૂઆત
  • – ‘બર્ન્ટ હેર’ પરફ્યુમની કિંમત 8,400 રૂપિયા છે
  • – મસ્ક એ પોતાના ટ્વિટરના બાયોને બદલીને ‘પરફ્યુમ સેલ્સમેન’ કર્યું હતું

ટ્વીટરના બાયોમાં લખ્યું હતું કે, ‘પરફયુમ સેલ્સમેન’

12 ઓક્ટોબર એ આ પ્રોડક્ટના લોન્ચિંગની સાથે જ મસ્ક એ પોતાના ટ્વિટરના બાયોને બદલીને ‘પરફ્યુમ સેલ્સમેન’ કર્યું હતું.

મજાક-મજાકમાં બિઝનેસ લોન્ચ કરે છે મસ્ક

એલન મસ્ક હંમેશા હેડલાઈન્સમાં રહે છે. તેમના બિઝનેસ આઈડિયા પણ ઘણા અલગ હોય છે. તે મજાક-મજાકમાં બિઝનેસ લોન્ચ કરે છે અને તેમના ફેન્સ વધારે હોવાથી તેમનો બિઝનેસ પોપ્યુલર પણ થઇ જાય છે. માસ્ક એ સપ્ટેબરમાં જયારે પરફ્યુમ માર્કેટમાં આવશે તેવું કહ્યું ત્યારે લોકોને લાગ્યું કે મજાક કરી રહ્યા છે.

Back to top button