ટ્રેન્ડિંગનેશનલવર્લ્ડસાયન્સ એન્ડ ટેકનોલોજી

ઇલોન મસ્કે ભારતીય મૂળના ટેસ્લા ડિરેક્ટર અશોક એલુસ્વામીના કર્યા વખાણ, કહ્યું: તેના વગર…

Text To Speech
  • અશોક એલુસ્વામીએ ચેન્નાઈની કોલેજ ઑફ એન્જિનિયરિંગમાંથી તેમની બેચલર ઑફ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી અને ટેસ્લા સાથે લગભગ 10 વર્ષથી કામ કરી રહ્યા છે 

HD ન્યૂઝ ડેસ્ક, 11 જૂન: ટેસ્લા અને સ્પેસ એક્સના સ્થાપક ઇલોન મસ્કે રવિવારે ટેસ્લાના AI/ઓટોપાયલટ સોફ્ટવેરના ડિરેક્ટર અને ભારતીય મૂળના અશોક એલુસ્વામીની ઇલેક્ટ્રિક કાર કંપનીના વિકાસમાં યોગદાન બદલ પ્રશંસા કરી હતી. અશોક એલુસ્વામીએ X(ટ્વિટર) પર લખેલી નોંધના જવાબમાં, મસ્કે લખ્યું હતું કે, “તેમના અને તેમની ‘અદ્ભૂત’ ટીમ વિના ટેસ્લા ફક્ત ‘બીજી કાર કંપની’ જેમ હોત.” અશોક એલુસ્વામીએ ચેન્નાઈની કોલેજ ઑફ એન્જિનિયરિંગમાંથી તેમની બેચલર ઑફ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી છે. તે ટેસ્લા સાથે લગભગ 10 વર્ષથી કામ કરી રહ્યા છે.

 

ઇલોન મસ્કે અશોક એલુસ્વામી વિશે શું કહ્યું?

ઇલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X(ટ્વિટર) પર લખ્યું કે, “આભાર અશોક! અશોક ટેસ્લા AI/ઓટોપાયલટ ટીમમાં જોડાનાર પ્રથમ વ્યક્તિ હતા અને છેવટે તમામ AI/ઓટોપાયલટ સોફ્ટવેરનું નેતૃત્વ કરવા ઉભરી આવ્યા હતા. તેમના અને તેમની અદ્ભુત ટીમ વિના અમે ફક્ત એક સ્વાયત્ત સપ્લાયરની શોધમાં રહેલી બીજી કાર કંપની હોત જેનું કોઈ અસ્તિત્વ જ ન હોત. પરંતુ, મેં ક્યારેય આવું સૂચન કર્યું નથી કે, તે આવું બોલે અને 10 મિનિટ પહેલાં મેં તેને જોયો ત્યાં સુધી તેણે આવું કઈ લખ્યું તેની મને કોઈ જાણ નહોતી!” ઇલોન મસ્કએ એલ્યુસ્વામીની નોંધ માટે તેનો આભાર પણ માન્યો જેમાં તેમણે લખ્યું હતું કે, AI માં કંપનીની સફળતા માટે ટેસ્લા બોસ ‘નિર્ણાયક’ હતા.

અશોક એલુસ્વામીએ શું લખ્યું હતું??

અશોક એલુસ્વામીએ લખ્યું હતું કે, ” ઇલોન મસ્કના સપના વગર,  ટેસ્લા ખાલી એક કાર કંપનીની બનીને રહી ગઈ હોત. ભવિષ્યમાં, સંપૂર્ણ સ્વાયત્ત કાર અને ઉપયોગી ઘરગથ્થુ રોબોટ્સનુ સામાન્ય સ્થાન હશે અને વિશ્વ વિચારશે કે આવી જ રીતે તે હંમેશા હોવું જોઈએ તેમ હતું.  ત્યાં સુધી, અમને આગળ ધપાવવા માટે ઇલન મસ્કની જરૂર છે, કારણ કે તે તેની પહેલેથી ધારણા કરે છે.”

આ પણ જુઓ: WWDC 2024: AIની દુનિયામાં iPhoneની એન્ટ્રી, એપલ ઇન્ટેલિજન્સના ફીચર્સ કરી દેશે દંગ

Back to top button