ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડસાયન્સ એન્ડ ટેકનોલોજી

WWDC 2024: AIની દુનિયામાં iPhoneની એન્ટ્રી, એપલ ઇન્ટેલિજન્સના ફીચર્સ કરી દેશે દંગ

  • Appleએ OpenAI સાથે હાથ મિલાવતાં ઇલોન મસ્ક થયા ગુસ્સે, ઉઠાવશે મોટું પગલું
  • મારી કંપનીમાં એપલના સ્માર્ટફોન પર લાગશે પ્રતિબંધ: ઇલોન મસ્ક

HD ન્યૂઝ ડેસ્ક, 11 જૂન: Apple WWDC 2024 ઇવેન્ટમાં, કંપનીએ iOS 18 ની જાહેરાત કરી છે, જે iPhone યુઝર્સ માટે આવનારી ઓપરેટિંગ સિસ્ટમ છે. તેની મદદથી iPhone યુઝર્સને ઘણા નવા ફીચર્સ જોવા મળશે. આ સિવાય એપલ ઈન્ટેલિજન્સ(Apple Intelligence) લોન્ચ કરવામાં આવ્યું છે, જે એક નવી પર્સનલ ઈન્ટેલિજન્સ સિસ્ટમ છે. કંપનીએ આ સિસ્ટમ માટે ChatGPT નિર્માતા OpenAI સાથે હાથ મિલાવ્યો છે, જેને પગલે ઇલોન મસ્ક ગુસ્સે થયા છે અને કહ્યું છે કે, જો Apple OS લેવલ પર OpenAIને સાથે રાખશે, તો મારી કંપનીઓમાં Appleના સ્માર્ટફોન પર પ્રતિબંધ મૂકવામાં આવશે. આ એક અસ્વીકાર્ય સુરક્ષા ઉલ્લંઘન છે.” Appleએ સોમવારે રાત્રે iOS 18, WatchOS 11 સાથે Apple Intelligence પણ રજૂ કર્યું છે. Apple Intelligenceની મદદથી કંપનીએ AIની દુનિયામાં પ્રવેશ કર્યો છે, જેની મદદથી યુઝર્સને ઘણા નવા ફીચર્સ જોવા મળશે. જેમાં યુઝર્સની પ્રાઈવસીનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે અને યુઝરનો ડેટા સ્ટોર કરવામાં આવશે નહીં.

કંપનીએ ChatGPT નિર્માતા OpenAI સાથે ભાગીદારી કરી છે. આવી સ્થિતિમાં એપલના વોઈસ આસિસ્ટન્ટ સિરી(Siri) હવે ક્લાઉડની મદદ વગર પોતાની જાતે જ સિમ્પલ ટાસ્કને પરફોર્મ કરી શકશે. કંપનીએ Apple Intelligence વિશે કહ્યું છે કે, તે જનરેટિવ મોડલ્સની શક્તિ છે, જે પર્સનલ કોન્ટેક્ટ (વ્યક્તિગત સંપર્ક) સાથે આવે છે. જેને કારણે એકંદરે યુઝરના અનુભવને સારો બનાવવામાં મદદ થશે. આ iPhone, iPad અને Mac માટે પણ કામ કરશે.

પ્રાઈવેસીનું ધ્યાન રાખવામાં આવ્યું છે

એપલે કહ્યું છે કે, તમામ ડેટાને લોકલી (ડિવાઈસની અંદર) પ્રોસેસ કરવામાં આવશે. આ સિસ્ટમ એટલી શક્તિશાળી છે કે, તે લોકલી કામ કરીને ભાષા (language)અને તસવીરો(images) ક્રિએટ કરી શકે છે. iOS 18માં બિલ્ટ-ઇન ‘રાઇટિંગ ટૂલ્સ'(Writing Tools) પણ છે, જે વપરાશકર્તાઓને ફરીથી લખવાની ક્ષમતા આપે છે. સાથે જ તેમાં પ્રૂફ રીડ અને ટેક્સ્ટને સમરાઇઝ(summarize) કરવાનો વિકલ્પ છે. આ ફર્સ્ટ પાર્ટી એપ્સ જેવી કે Mail. Pages, Notes અને થર્ડ પાર્ટી એપ્સને પણ સપોર્ટ કરશે.

Image Playbackground રજૂ કર્યું 

એપલે ઈમેજ પ્લેબેકગ્રાઉન્ડ(Image Playbackground) પણ રજૂ કર્યું છે, જે ઓન-ડિવાઈસ ઈમેજ જનરેટર છે. તે યુઝર્સને ત્રણ શૈલીમાં તસવીરો બનાવવાની મંજૂરી આપે છે, એક એનિમેશન, બીજુ Illustration અને Sketchની સુવિધા આપે છે. આ એક અલગ એપના રૂપમાં ઉપલબ્ધ થશે, જેમ Messages છે.

Photos App અપડેટ કરી

એપલે Photos એપ અપડેટ કરી છે, જેમાં યુઝર્સ સેમ્પલનું ડિસ્ક્રીપ્શન ટાઈપ કરીને સ્ટોરીઝ બનાવી શકશે. કંપનીએ કહ્યું છે કે, Apple Intelligence તમારી સ્ટોરીઝ માટે શ્રેષ્ઠ તસવીર અને વીડિયો પસંદ કરશે અને પછી વીડિયો બનાવશે.

Magic Eraserની જેમ યુઝર્સને એક નવું ફીચર મળશે. તેની મદદથી, તે નવા ક્લીન અપ ટૂલની મદદથી ધ્યાન ભંગ કરતી વસ્તુઓને દૂર કરી શકશે.

Siriને મળ્યા ઘણા નવા ફીચર્સ 

એપલના વોઈસ આસિસ્ટન્ટ સિરીમાં પણ ઘણો સુધારો કરવામાં આવ્યો છે અને તેમાં નવા ફીચર્સ સામેલ કરવામાં આવ્યા છે. યુઝર્સ મેસેજ શેડ્યૂલ કરી શકશે. સ્ક્રીન અવેરનેસ પર એપલ કોલ ફીચરની મદદથી પણ યુઝર્સ મુશ્કેલ કામ પણ સરળતાથી કરી શકશે.

આના સંદર્ભમાં, કંપનીએ એક ઉદાહરણ શેર કર્યું છે, જ્યાં સિરી તમારા તસવીરોમાંથી ડ્રાઇવિંગ લાઇસન્સ શોધી શકે છે અને લાઇસન્સ નંબરને કોપી કરીને  વેબસાઇટ પર પેસ્ટ પણ કરી શકે છે. કોઈપણ એપમાં યુઝર્સ સિરીની મદદથી મેસેજ ડ્રાફ્ટ કરી શકે છે અને વોઈસ ટોન પણ બદલી શકે છે.

આ પણ જુઓ: તો હું અમેરિકા જાત જ નહીંઃ Adobeના CEO શાંતનુ નારાયણે કેમ આવું કહ્યું?

Back to top button