ટ્રેન્ડિંગયુટિલીટીલાઈફસ્ટાઈલ

ખૂબ વધી રહ્યું છે વીજળીનું બિલ? જાણો કારણ અને બચાવવાની રીત

  • ઘણી વાર વધુ ઉપકરણોનો ઉપયોગ ન કરવા છતાં પણ વીજળીનું બિલ વધારે આવે છે. બિલ જોઈને આપણે ચોંકી જઈએ છીએ. આપણું મહિનાનું બજેટ બગડી જાય છે

ગરમીના દિવસોમાં વીજળીનું બિલ વધારે આવવું નોર્મલ વાત છે. સખત ગરમીમાં એસી, કૂલર કે પંખા વગર રહી શકાતું નથી. જોકે ઘણી વાર વધુ ઉપકરણોનો ઉપયોગ ન કરવા છતાં પણ વીજળીનું બિલ વધારે આવે છે. બિલ જોઈને આપણે ચોંકી જઈએ છીએ. આપણું મહિનાનું બજેટ બગડી જાય છે. ક્યારેક આપણે આજુબાજુવાળાનું બિલ ચેક કરીએ છીએ કે બધાનું બિલ કેટલું આવ્યું છે. આપણું કેમ વધુ આવ્યું છે. જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું હોય, તમને તમારું લાઈટ બિલ વધારે લાગી રહ્યું હોય તો તેની પાછળ અનેક કારણો જવાબદાર હોઈ શકે છે.

ખૂબ વધી રહ્યું છે વીજળીનું બિલ? જાણો કારણ અને બચાવવાની રીત hum dekhenge news

મીટર બતાવે છે ખોટું રીડિંગ

જો તમે વીજળીનો એટલો બધો ઉપયોગ નથી કરતા છતાં પણ બિલ વધુ આવે છે તો બની શકે છે કે તમારું મીટર ખોટું રીડિંગ બતાવતું હોય. તેથી એકવાર વીજળીનું મીટર જરૂર ચેક કરાવી લો. આ માટે તમે વીજળી વિભાગનો કોન્ટેક્ટ કરી શકો છો. જો તમે તે ઘરે ચેક કરવા ઈચ્છો છો તો તેનો પણ રસ્તો છે. કોઈ પણ 1000 વોટનું ઉપકરણ 1 કલાકમાં 1 યુનિટ વીજળી વાપરે છે. મીટરને ચેક કરવા માટે તમામ ઉપકરણ બંધ કરી દો અને માત્ર એક 1000 વોટના કોઈ ઉપકરણની સ્વીચ ઓન રાખો. એક કલાકમાં જો મીટર એક યુનિટ રીડિંગ બતાવે તો મીટર યોગ્ય રીતે કામ કરે છે.

જૂનાં ઉપકરણ પણ હોઈ શકે છે કારણ

વીજળીનું બિલ વધારે આવવાનું કારણ ઘરના જૂનાં ઉપકરણ પણ હોઈ શકે છે. તમારા ઘરનો પંખો જૂનો થઈ ગયો હોય તો તે નોર્મલ કરતા વધુ વીજળીનો ઉપયોગ કરશે. જૂના પંખાની યોગ્ય સમયે સર્વિસિંગ કરાવો. આજકાલ ઈલેક્ટ્રિસિટી સેવિંગ વાળા પંખા મળે છે. જો શક્ય હોય તો તે ખરીદી લો. પંખા ઉપરાંત ટ્યૂબલાઈટ બલ્બ અને અનેક ઉપકરણ જેનો તમે રોજ ઉપયોગ કરી રહ્યા હો કોશિશ કરો કે તે મોર્ડન ઈલેક્ટ્રિસિટી સેવિંગ હોય.

ખૂબ વધી રહ્યું છે વીજળીનું બિલ? જાણો કારણ અને બચાવવાની રીત hum dekhenge news

એસીનો ખોટો ઉપયોગ પણ હોઈ શકે જવાબદાર

ગરમીના દિવસોમાં એસીના કારણે વીજળીનું બિલ સૌથી વધુ આવે છે. એસીની સમય સમય પર સર્વિસ કરાવતા રહો જેથી તે વીજળીની ખપત ન વધારે. વચ્ચે વચ્ચે તેનું મેઈન્ટેનન્સ કરતા રહો. જો ઘરનું એસી ખૂબ જુનું થઈ ગયું હોય તો તે વધુ વીજળી વાપરશે. માર્કેટમાં સ્ટાર રેટિંગ વાળા એસી પણ અવેલેબલ છે, જે ઓછી વીજળીની ખપતનો દાવો કરે છે. તમે માર્કેટમાંથી સ્ટાર રેટિંગ વાળા એસી લઈને વીજળીનું બિલ ઘટાડી શકો છો.

આ પણ વાંચોઃ અરબાઝ સાથે ડિવોર્સ બાદ મુશ્કેલ હતો દિકરાનો ઉછેર, જાણો કો-પેરેન્ટિંગ પર શું કહ્યું મલાઈકાએ?

Back to top button