ટ્રેન્ડિંગમનોરંજન

અરબાઝ સાથે ડિવોર્સ બાદ મુશ્કેલ હતો દિકરાનો ઉછેર, જાણો કો-પેરેન્ટિંગ પર શું કહ્યું મલાઈકાએ?

  • મલાઈકા માટે તેના પુત્રને ઉછેરવો સરળ ન હતો. અભિનેત્રીએ તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે તેના એક્સ હસબન્ડ સાથે તેના દિકરાનું કો-પેરેન્ટિંગ કરવું કેટલું મુશ્કેલ હતું

28 જૂન, મુંબઈઃ બોલિવૂડના ફેમસ કપલ રહી ચૂકેલા અરબાઝ ખાન અને મલાઈકા અરોરા વર્ષો પહેલા એકબીજાથી અલગ થઈ ચૂક્યા છે. બંનેએ વર્ષ 1998માં લગ્ન કર્યા હતા. તે સમયે બંને પોતપોતાના કરિયરમાં પીક પર હતા. આ લગ્નથી તેમનો એક દીકરો પણ છે, તેનું નામ અરહાન ખાન છે, પરંતુ અનેક વર્ષો બાદ મલાઈકા અને અરબાઝના સંબંધોમાં તિરાડ પડી અને બંનેએ પોતાના 19 વર્ષ જૂના સંબંધોને ખતમ કરી લીધા હતા.

ડિવોર્સ બાદ દિકરાનું કર્યું કો-પેરેન્ટિંગ

2017 માં, મલાઈકા અને અરબાઝે છૂટાછેડા લેવાનું અને પોતાનું જીવન અલગ જીવવાનું નક્કી કર્યું. હવે મલાઈકા અર્જુન કપૂર સાથે રિલેશનશિપમાં છે અને અરબાઝ ખાન મેકઅપ આર્ટિસ્ટ શૂરા ખાન સાથે લગ્ન કરીને જીવનમાં ખુશ છે, પરંતુ મલાઈકા અને અરબાઝ હંમેશા તેમની જવાબદારીઓ પ્રત્યે સજાગ રહ્યા છે. પુત્ર માટે બંનેએ ભેગા થવું પડતું હતું. મલાઈકા અને અરબાઝ બંને સાથે મળીને તેમના પુત્ર અરહાનનો ઉછેર કરે છે અને તેની જરૂરિયાતોમાં તેની સાથે રહેવા માંગે છે, પરંતુ મલાઈકા માટે તેના પુત્રને ઉછેરવો સરળ ન હતો. અભિનેત્રીએ તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે તેના એક્સ હસબન્ડ સાથે તેના દિકરાનું કો-પેરેન્ટિંગ કરવું કેટલું મુશ્કેલ હતું.

 

View this post on Instagram

 

A post shared by Arhaan Khan (@iamarhaankhan)

કો-પેરેન્ટિંગ પર બોલી મલાઈકા

એક ઈન્ટરવ્યુમાં મલાઈકા અરોરાએ તેના પુત્ર અરહાનના ઉછેર અને તેને સારા સંસ્કાર આપવા અંગેવાત કરી હતી. મલાઈકાએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં તેના માટે એક્સ હસબન્ડ અરબાઝ સાથે બાળકના કો-પેરેન્ટ બનવું કેટલું અઘરું હતું, પરંતુ બાદમાં તેણે બેલેન્સ કર્યું. જોકે શરૂઆતમાં આ ખૂબ મુશ્કેલ લાગતું હતું. અમે બંને જાણતા હતા કે બાકી બધું અને બે એડલ્ટ વચ્ચે જે થયું તેની અસર બાળક પર ન પડવી જોઈએ. અમે કો પેરેન્ટિંગને સુંદર રીતે બેલેન્સ કર્યું.

મલાઈકાએ એમ પણ કહ્યું કે તે હંમેશા એ વાતનું ધ્યાન રાખતી હતી કે અરહાનને તેના અધિકારોનો અહેસાસ થાય અને તે પોતાના કામ જાતે કરવાનું શીખે. હું હંમેશા ઈચ્છતી હતી કે અરહાન અન્ય લોકોનું રિસ્પેક્ટ કરે અને પોતાના પ્રિવિલેજ અથવા અન્ય પર નિર્ભર રહ્યા વગર જ પોતાનું કામ કરે.

આ પણ જાણોઃ આમિર ખાને મુંબઈના પોશ વિસ્તારમાં ખરીદ્યું લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ, જાણો વિગતો

Back to top button