ગુજરાતમાં ચૂંટણીનો કમાભાઇએ રંગ જમાવ્યો જુઓ Video


ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. જેમાં સોશિયલ મીડિયામાં છવાયેલા કમાએ ચૂંટણી પ્રચારમાં એન્ટ્રી કરી છે. જેમાં ભાજપ દ્વારા ભાવનગર શહેરમાં પ્રચાર માટે કમાને મેદાનમાં ઉતાર્યો છે. ભાજપનો ખેસ પહેરી કમાએ ભાજપનો પ્રચાર કર્યો છે.
આ પણ વાંચો: અમિત શાહ પરથી મોટી ઘાત ટળી, પ્લેનમાં ટેકનીકલ ખામી સર્જાતા ભાજપમાં દોડધામ
કમાએ લોકો સાથે ઉભા રહીને સેલ્ફી પણ પડાવી
ઉલ્લેખનીય છે કે કિર્તીદાન ગઢવીથી ફેમસ થયેલો કમો હવે ચૂંટણી પ્રચારમાં જોડાયો છે. જેમાં વડવા વિસ્તારમાં કાર પર બેસી ડીજેના તાલે કમાએ ભાજપનો પ્રચાર કર્યો હતો. કમાએ લોકો સાથે ઉભા રહીને સેલ્ફી પણ પડાવી હતી. ડાયરાથી ફેમસ થયેલા કમાભાઈએ ભાવનગરમાં ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણી માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો. ડાયરામાં જે રીતે કમાની કારમાં એન્ટ્રી થાય છે તેવી રીતે જ ભાવનગરની શેરીઓમાં ચૂંટણી પ્રચારમાં કમાની એન્ટ્રી થઈ હતી. કારમાં સવાર થઈ કમાભાઈએ ભાજપના ફ્લેગ સાથે પ્રચાર કર્યો હતો.
આ પણ વાંચો: ગુજરાતની આ “નાનકી”ના શબ્દો સાંભળી PM મોદી થયા ખુશખુશાલ
કમાની રાજકારણમાં એન્ટ્રી થશે તેવી ચર્ચાઓ શરૂ
અગાઉ કમાએ ચૂંટણી પ્રચાર કરતો હોય તેમ ભાઇ બહેનો એ રીતે સ્ટેજ પર જાહેરાત કરી હતી. ત્યારથી જ કમાની રાજકારણમાં એન્ટ્રી થશે તેવી ચર્ચાઓ શરૂ થઇ હતી. જેમાં હવે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર થતાં કમાએ ભાજપનો પ્રચાર શરૂ કર્યો છે.