ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

ગુજરાતની આ “નાનકી”ના શબ્દો સાંભળી PM મોદી થયા ખુશખુશાલ

Text To Speech

ગુજરાતમાં ચૂંટણી પ્રચાર જોરશોરથી થઇ રહ્યો છે. જેમાં વડાપ્રધાન મોદી પણ ભાજપ માટે ચૂંટણી પ્રચારમાં જોડાયા છે. તેમાં આજે વડાપ્રધાને ગુજરાતમાં ત્રણ જંગી સભાઓને સંબોધન કર્યું છે. જેમાં સુરેન્દ્રનગરમાં વડાપ્રધાનને તેમની સૌથી નાની દોસ્ત મળી ગઇ હતી.

આ પણ વાંચો: અમિત શાહ પરથી મોટી ઘાત ટળી, પ્લેનમાં ટેકનીકલ ખામી સર્જાતા ભાજપમાં દોડધામ

દીકરીની સ્પીચ સાંભળી PM મોદી ઘણા પ્રભાવિત થયા

વડાપ્રધાન મોદીની સૌથી નાની ફેન અને પ્રચારક એવી આધ્યાબા નામની દીકરીની સ્પીચ સાંભળી PM મોદી ઘણા પ્રભાવિત થઈ ગયા હતા. તેમણે ખુશ થઈને આ દીકરીને ઓટોગ્રાફ પણ આપ્યો હતો. દીકરીના બોલવાની છટા અને તેઓ આત્મવિશ્વાસ તેના વીડિયોમાં જોઈ શકો છો. તેમજ આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

આ પણ વાંચો: દાદીની વાત કહી રાહુલ ગાંધીએ આદિવાસીનો ખરો અર્થ જણાવ્યો, વનવાસી કહેવા પર ભાજપને ઘેરી

નાનકડી ઉંમરે એક અનોખા અંદાજમાં ભાજપનો પ્રચાર કર્યો

નાની દીકરી ખભા પર ભાજપનો ખેસ નાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઊભેલી છે. આ દીકરી તેમની સૌથી નાની ફેન છે. આ દીકરી ભાજપ નેતા કિરીટસિંહ રાણાના ભાણી થાય છે. કિરીટસિંહ રાણા લીંબડી બેઠક પર ભાજપના ઉમેદવાર પણ છે. જેમાં પ્રચારની કામગીરી પૂર્ણ થયા પછી વડાપ્રધાન મોદી સાથે મુલાકાત થઈ હતી ત્યારે આ દીકરીના શબ્દો સાંભળી વડાપ્રધાન મોદી ખુશ થઈ ગયા હતા. તેમણે દીકરીને ઓટોગ્રાફ આપ્યો હતો અને તેને રાજી કરી હતી. કારણ કે આધ્યાબાએ આટલી નાનકડી ઉંમરે એક અનોખા અંદાજમાં ભાજપનો પ્રચાર કર્યો હતો.

Back to top button