“એક વિવાહ એસા ભી” : શું તમે જાણો છો લગ્નની આ અજીબ પરંપરાઓ વિશે ?
ભારતમાં લગ્નને બે પરિવારોનું જોડાણ અને પવિત્ર બંધન માનવામાં આવે છે. પરંતુ દુનિયાના બધા દેશોમાં લગ્ન માટેના રિત-રીવાજો અલગ-અલગ હોય છે. તો અહીં આપણે જાણીએ કે એવા ક્યાં દેશો છે કે જ્યાં લગ્નને લઈને કઈક આવી અજીબોગરીબ પરંપરાઓ છે.
દરેક દેશોમાં લગ્નની અજીબોગરીબ પરંપરાઓ છે. જેમાં ક્યાંક દુલ્હન એક કલાક રડે છે, તો ક્યાંક બાથરૂમ જવા પર પ્રતિબંધ છે. તો અહીં જાણો દુનિયામાં આ લગ્નની વિચિત્ર પરંપરાઓ વિશે.
આજના યુગમાં દરેક વ્યક્તિના પોતાના લગ્નને લઈને કઈક અલગ સપના હોય. અત્યારે લગ્નને લઈને અલગ-અલગ ટ્રેન્ડ પણ જોવા મળે છે. જેમાં ઘણા દેશોની લગ્નની ઘણી એવી પણ પરંપરાઓ છે. જે તમને સાંભળવામાં પણ અજીબ લાગશે.
આ પણ વાંચો : Ready to Eat Food ના જો તમે પણ છો શોખીન તો આ ન્યૂઝ તમે ખાસ વાંચો
દરેક કપલ માટે પોતાના પ્રેમને લઈને અલગ સપના હોય છે. પરંતુ લગ્ન સમયે તમે ગમે તેટલા મોડર્ન કેમ ન હોવ, પરંતુ પરિવારની અજીબોગરીબ પરંપરાઓનો સામનો કરવો જ પડે છે. તમે ભલે દુનિયાના કોઈપણ શહેરમાં રહેતા હોવ, પરંતુ તમને ક્યાંકને ક્યાંક એવી પરંપરા જોવા મળશે, જેના વિશે જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. ભલે દુનિયામાં લગ્નને લઈને પરંપરાઓ અલગ-અલગ હોય, પરંતુ તે પ્રેમ અને ખુશીના દોરથી બંધાયેલી હોય છે.
ભારત
લગ્નમાં અલગ અલગ રિવાજોનું પોતાનું આગવું મહત્વ હોય છે. ભારતમાં મોજડી ચોરવાનો રિવાજ ખૂબ જ ફેમસ છે પરંતુ જો બીજા દેશના લોકો તેના વિશે જાણશે તો તેમને વિચિત્ર લાગશે.
ચીન
જેમ કે લગ્ન એ ભાવનાત્મક બાબત છે. છોકરી તેના પ્રિયજનોથી અલગ થતાં રડે છે. પરંતુ ચીનના કેટલાક ભાગોમાં રડવું એ લગ્નનો એક ભાગ છે. પરંતુ ચીનમાં લગ્નના એક મહિના પહેલા, તુજિયા દુલ્હનોને દરરોજ એક કલાક માટે રડવું પડે છે.
ફ્રાન્સ
ફ્રાન્સમાં, નવા પરણેલા યુગલોને ચેમ્બર પોટના વાસણોમાં મહેમાનોનું વધેલું એઠું ખાવાનું પીરસવામાં આવે છે. જેને લઈને એવું માનવામાં આવે છે કે લગ્નની રાત્રે નવ પરણિત જોડાને નવી ઊર્જા આપવા સાથે સંબંધિત માનવામાં આવે છે. પરંતુ હવે તે બદલાઈ ગયો છે અને તેની જગ્યા પર યુગલોને ચોકલેટ અને શેમ્પેન આપવામાં આવે છે.
મલેશિયા અને ઇન્ડોનેશિયા
વાંચવામાં અજીબ લાગશે, પરંતુ મલેશિયા અને ઇન્ડોનેશિયા બોર્નિયોમાં ટિડોંગના લોકો નવા પરિણીત યુગલને ત્રણ દિવસ સુધી બાથરૂમ યુઝ નથી કરવા દેતા. તેમજ ઘરની બહાર પણ જવા દેતા નથી. આ ઉપરાંત ગાર્ડ પણ રાખવામાં આવે છે તેમના પર નજર રાખે છે અનેજીવિત રાખવા માટે તેમને અન્ન ખાવાની પરવાનગી આપવામાં આવે છે.
કોંગો
લગ્નનો દિવસ યુગલ માટે સૌથી આનંદનો દિવસ છે. પરંતુ કોંગોમાં આવું નથી. કોંગોમાં લગ્ન માત્ર પ્રેમ વિશે નથી. પરંતુ અહી તે એક ગંભીર મુદો છે. જે ત્યારે પૂર્ણ થાય જ્યારે બે પરિવારો કન્યાની ‘કિંમત’ માટે વાટાઘાટઓ કરી લે અને જાનવરોનીઅદલાબદલી કરે છે.
કેન્યા
કેન્યાના મસાઈ લોકોમાં, કન્યાના પિતા પુત્રીના માથા અને સ્તનો પર થૂંકે છે. આ પછી કન્યા તેના પતિ સાથે વિદા થઈ નીકળી જાય છે અને તેને સલાહ આપવામાં આવે છે કે તે પાછું વળીને ન જુઓ. આ પાછળ એવું માનવામાં આવે છે કે તેણી પાછળ ફરી ન જુએ નહીતર તે પથ્થર બની જશે.
સ્કોટલેન્ડ
આ દેશમાં વરવધુ પર કચરો અને ખરાબ વસ્તુઓને ફેંકવામાં આવે છે. આ પરંપરાનું પાલન કરવાનો મકસદ એ છે કે વરવધુ પોતાના જીવનમાં આવવાવાળી દરેક સમસ્યાઓનો સામનો કરવા તૈયાર રહે.
ફ્રાન્સ
ફ્રાન્સમાં એક જુના રિવાજનું પાલન કરવામાં આવે છે જેને ચારિવારી કહેવામાં આવે છે. આ પરંપરા અનુસાર મિત્ર અને પરિજનો લગ્નની રાત્રે વરવધુના દરવાજા પર વાસણ ખખડાવે છે અને કપલને બહાર નીકાળીને ડ્રિંક્સ અને સ્નેક્સ ઓફર કરે છે.