સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોવા મળી Eco-Friendly રીક્ષા, લોકો કરી રહ્યા છે વખાણ, જૂઓ વીડિયો


- એક વ્યક્તિએ પોતાની રીક્ષાની છત પર વિવિધ પ્રકારના નાના છોડ વાવ્યા. આ પછી તેની રીક્ષા ફરતા બગીચા જેવી દેખાવા લાગી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે
HD ન્યૂઝ ડેસ્ક, 21 મે: આજકાલ કાળઝાળ ગરમીથી દરેક લોકો પરેશાન છે. દરેક વ્યક્તિ આ ગરમીથી રાહત મેળવવા માંગે છે. પરંતુ લોકોએ ઠંડક માટે મહેનત કે પ્રયત્નો કરવા નથી. જો તમે અને હું વધુને વધુ વૃક્ષો વાવીશું તો ગ્લોબલ વોર્મિંગ ઘટશે. પરંતુ આ દુનિયામાં બહુ ઓછા લોકો છે જે આ માટે પ્રયત્ન કરે છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિનો એક નાનકડો પ્રયાસ જોઈ શકાય છે, જેને જોયા પછી તમારું દિલ એકદમ ખુશ થઈ જશે. તો ચાલો તમને તે વ્યક્તિના પ્રયત્નો વિશે જણાવીએ.
વાયરલ વીડિયોમાં શું જોવા મળ્યું?
તમે રસ્તા પર અનેક પ્રકારના વાહનો ફરતા જોયા હશે. કેટલાક AC વાહનો હશે અને કેટલાક સામાન્ય વાહનો હશે. પરંતુ શું તમે ક્યારેય રસ્તા પર ઈકો ફ્રેન્ડલી રીક્ષા જોઈ છે? સોશિયલ મીડિયા પર એક રીક્ષાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. રીક્ષા માલિકે પોતાની રીક્ષાને હરતા ફરતા બગીચા જેવી બનાવી દિધી છે. વ્યક્તિએ તેની આખી રીક્ષા પર ઘાસનું વાવેતર કર્યું છે. આ ઉપરાંત ઉપરના ભાગ પર નાના ફૂલોના છોડ લગાવવામાં આવ્યા છે અને તેમને તડકાથી રાહત મળે તે માટે ઉપર જાળી પણ મુકવામાં આવી છે. એટલું જ નહીં આ વ્યક્તિએ પોતાની રીક્ષાનો એક ભાગ પીંજરા જેવો બનાવી લીધો છે અને તેમાં પોપટ પણ રાખ્યા છે. આ કારણોસર, આ માણસની રીક્ષાને ઇકો-ફ્રેન્ડલી રીક્ષા કહેવામાં આવી રહી છે.
અહીં જૂઓ વાયરલ વીડિયો:
Eco-friendly taxi, Go green pic.twitter.com/sAxB4DXNlG
— Few Seconds Later (@fewsecl8r) May 20, 2024
આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર @fewsecl8r નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. એકાઉન્ટ યુઝરે આ વીડિયોના કેપ્શનમાં તેને ઈકો-ફ્રેન્ડલી રીક્ષા લખ્યુ છે. વીડિયો જોયા બાદ અનેક યૂઝર આ ભાઈના વખાણ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું- ખૂબ જ સરસ ભાઈ. અન્ય યુઝરે પણ વ્યક્તિના કામના વખાણ કર્યા અને લખ્યું – ખૂબ જ સરસ દોસ્ત.
આ પણ વાંચો: ગરમીથી બચવા શ્વાને કર્યો અનોખો જુગાડ, વીડિયો જોઈ નહીં રોકી શકો હસવું