કેરી ખાવાથી થશે આવા સ્વાસ્થ્ય લાભ, વજન ઘટાડવા અને ત્વચા માટે પણ છે ફાયદાકારક
કેરી એક એવું અમૂલ્ય ફળ છે જે દરેકના મનને ખુશ કરી દે છે. ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેને કેરી પસંદ ન હોય. કેરી તેના સ્વાદ અને સુગંધ માટે જાણીતી છે. આટલું જ નહીં, કેરીને ફળોનો રાજા પણ કહેવામાં આવે છે. કેરી સ્વાદમાં સારી હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. કેરીમાં વિટામીન-એ, સી અને ડી જેવા અનેક પ્રકારના વિટામીન પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. આ સિવાય કેરીમાં ફાઈબર અને મિનરલ્સ પણ ભરપૂર માત્રામાં હોય છે. લોકોને ઘણી રીતે કેરી ખાવાનું પસંદ હોય છે. તેનું સેવન માત્ર ફળ, જ્યુસ કે શેકના રૂપમાં જ થતું નથી, પરંતુ તેની ચટણી બનાવીને પણ ખાઈ શકાય છે. કેરી ફક્ત સ્વાદ માટે જ નહીં સ્વાસ્થ્ય માટે પણ એટલી જ ફાયદા કારક છે.
આ પણ વાંચો – ખરતા વાળને અટકાવા માટે આટલું કરવું અકસીર સાબિત થશે
કેરી ખાવાના કેટલાક અનોખા ફાયદા
વજન ઘટાડવામાં અસરકારક – કેરીના દાણામાં રહેલા ફાઈબર્સ શરીરની વધારાની ચરબી ઘટાડવામાં ખૂબ જ ફાયદાકારક છે. આ સિવાય કેરી ખાધા પછી ભૂખ પણ ઓછી લાગે છે, જેનાથી વધુ પડતું ખાવાના કારણે વજન વધારાનું જોખમ ઘટી જાય છે.
ત્વચા માટે પણ ફાયદાકારક – કેરીના પલ્પનું ફેશ પેક અથવા તેને ચહેરા પર ઘસવાથી ચહેરો નિખરે છે.
કોલેસ્ટ્રોલ – કેરીમાં ભરપૂર માત્રામાં ફાઈબર અને વિટામિન હોય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવા અથવા સંતુલિત કરવામાં મદદ કરે છે.
આંખો માટે – કેરી વિટામિન A નો સારો સ્ત્રોત છે, જે આંખો માટે વરદાન છે. તેનાથી આંખોની રોશની જળવાઈ રહે છે.
પાચન માટે ફાયદાકારક – કેરીમાં ઉત્સેચકો હોય છે જે કાર્બોહાઇડ્રેટ્સ અને પ્રોટીનના પાચનને પ્રોત્સાહન આપે છે, જેનાથી ખોરાકને ઊર્જામાં રૂપાંતરિત કરવામાં મદદ મળે છે.
મગજ માટે – તેમાં વિટામિન બી મળી આવે છે, જે મગજના યોગ્ય કાર્ય માટે ખૂબ જ જરૂરી છે. તેમાં જોવા મળતું ગ્લુટામાઈન એસિડ નામનું તત્વ યાદશક્તિ વધારવામાં ઉત્પ્રેરકનું કામ કરે છે.
ઉનાળાની ગરમીથી બચાવ – ઉનાળામાં પ્રખર તડકામાં બહાર જતા પહેલા કેરીના પન્નાનું સેવન કરો. જેના કારણે શરીર પર ગરમીની કોઈ અસર થતી નથી અને પાણીની પણ કમી નથી થતી.
સગર્ભા સ્ત્રીઓ માટે – પેટમાં બાળકના વિકાસ માટે ફોલેટ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને કેરીમાં ફોલેટની સારી માત્રા મળી આવે છે, તેથી સગર્ભા સ્ત્રીઓએ દરરોજ ઓછામાં ઓછી એક કે બે કેરી ખાવી જોઈએ.