મનોરંજન

ક્રિતી સેનન અને કાર્તિક આર્યનની લુકાછૂપી, બંને વચ્ચે રોમાન્સ શરૂ થયાની અફવા

Text To Speech

મુંબઇ : બોલિવુડમાં એક નવી રોમાન્ટિક જોડી રચાઈ છે.  કાર્તિક આર્યન અને ક્રિતી સેનન ડેટ કરી રહ્યાં હોવાની અફવા પ્રસરી છે. તાજેતરમાં બંને ફિલ્મ ‘શહઝાદા’ના શૂટિંગ માટે મોરેશિયસ ગયાં હતાં. ત્યાં તેમણે એકદમ પર્સનલ કેપ્શન સાથેની તસવીરો શેર કરી હતી. ત્યારથી બંને વચ્ચે કશુંક રંધાતું હોવાનું ફેન્સ માનવા લાગ્યા હતા. બંને મોરેશિયસથી ફોટા શેર કરતાં હતાં ત્યારે પણ કેટલાય ચાહકોએ એવી કોમેન્ટ કરવા માંડી હતી કે આ જોડી સારી લાગે છે. બંનેએ એકબીજાને ડેટ કરવાં જોઇએ. ચાહકોએ  કોમેન્ટ કરી હતી કે હવે તેઓ તેમની રિલેશનશિપની સત્તાવાર ઘોષણા કરી દે તો સારું.

Back to top button