

ભારતનાં પાડોશી દેશ નેપાળમાં ફરી ભૂકંપનાં આંચકા અનુભવાયા છે. નેપાળના અચ્છમ જિલ્લાના બાબાલાની આસપાસ સાંજે 6:18 વાગ્યે 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, તેવા સમાચાર સામે આવ્યાં છે. નેશનલ ભૂકંપ મોનિટરિંગ એન્ડ રિસર્ચ સેન્ટર, નેપાળ પાસેથી આ માહિતી મળી છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ બાબલાની આજુબાજુ નોંધાયું છે.
આ પણ વાંચો : દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણાં રાજ્યોમાં ભૂકંપનો આંચકો, નેપાળમાં 6 ના મોત
An earthquake of magnitude 4.2 occurred around Babala of Accham district in Nepal at 6:18pm: National Earthquake Monitoring & Research Center, Nepal
— ANI (@ANI) November 15, 2022
અત્રે ઉલ્લેખનીય છે કે 9 નવેમ્બરે જ દેશના પાટનગર દિલ્હી અને નેપાળ બોર્ડરના વિસ્તાર પાસે મોડી રાત્રે 2 ના સમયગાળા દરમિયાન ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. આ ભૂકંપની તિવ્રતા 6.3 રિક્ટરસ્કેલ હોવાનું જાણવામાં આવ્યું હતું. દિલ્હી ઉપરાંત નેપાળમાં પણ ભૂકંપનો અનુવ થયો હોવાનું જાણવા મળી રહ્યું હતું. જેમાં આશરે 6 લોકોના મોત થયા હતાં