સેબીના નવા નિયમોથી ઘટી જશે રિલાયન્સ જિયોની આઇપીઓનું કદ, બીજી કંપનીઓ માટે પણ સાબિત થશે ગેમચેન્જર

નવી દિલ્હી, 15 સપ્ટેમ્બર, 2025: માર્કેટ રેગ્યુલેટર સેબીએ પોતાના નિયમોમાં કેટલાક ફેરફારો કર્યો છે, જેનાથી આઇપીઓ લાવનારી કંપનીઓને મોટો ફાયદો મળશે. સેબીએ મિનીમમ પબ્લિક ઓફર (MPO) અને મિનીમમ પબ્લિકશેરહોલ્ડિંગ (MPS)ના નિયમોમાં રાહત આપી છે. તેનાથી રિલાન્સ જિયો અને એનએસઇ જેવી દિગ્ગજ કંપનીઓ બજાર પર ભારે પડ્યા વિના આઇપીઓ લાવી શકે છે. આ નવા નિયમથી આ કંપનીઓની આઇપીઓનું બજાર કદ અર્ધુ થઇ શકે છે.
મોટી કંપનીઓ માટે IPO લાવવાના નિયમો
અત્યાર સુધી, 5 લાખ કરોડ રૂપિયાથી વધુ બજાર મૂલ્ય ધરાવતી કંપનીઓએ IPO દ્વારા તેમના હિસ્સાનો ઓછામાં ઓછો 5 ટકા હિસ્સો વેચવાનો રહેતો હતો. બ્રોકરેજ ફર્મ ગોલ્ડમેન સૅક્સના અંદાજ અનુસાર તેજીવાળા બજારમાં, રિલાયન્સ જિયોનું બજાર 13.5 લાખ કરોડ રૂપિયાથી વધુ હશે. આવી સ્થિતિમાં, જૂના નિયમ મુજબ, 5 ટકા હિસ્સો વેચવાના કિસ્સામાં, રિલાયન્સ જિયોના IPOનું કદ 58,000-67,500 કરોડ રૂપિયા હશે. નિષ્ણાતો માને છે કે આ શેરબજાર માટે એક પડકારથી ઓછું નથી.
જાણો સેબીનો નવો નિયમ શું છે?
સેબીના નવા પ્રસ્તાવમાં, જે કંપનીઓનું બજાર મૂલ્ય 5 લાખ કરોડ રૂપિયાથી વધુ છે તેમના માટે 5 ટકા હિસ્સો વેચવાની જરૂરિયાત નાબૂદ કરવામાં આવી છે. હવે નવા નિયમ હેઠળ, તેમને ફક્ત 2.5 ટકા હિસ્સો વેચવો પડશે. આ સાથે, જિયોની IPOનું કદ અડધું થઈને 30,000 કરોડ રૂપિયાથી થોડું વધારે થઈ જશે.
રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું હતું કે રિલાયન્સ જિયોની IPO 2026ના પહેલા ભાગમાં લોન્ચ થઈ શકે છે. બ્રોકરેજ ફર્મ સિટીએ કહ્યું હતું કે આ ફેરફારથી ફક્ત તાત્કાલિક પુરવઠાનો બોજ જ નહીં પરંતુ જિયોની પેરેન્ટ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે ‘હોલ્ડિંગ કંપની ડિસ્કાઉન્ટ’ની ચિંતા પણ ઓછી થશે.
LICને છૂટ આપવામાં આવી હતી
નવા નિયમમાં કંપનીઓને 25% MBPSની જરૂરિયાત પૂરી કરવા માટે સમય મર્યાદા પણ લંબાવવામાં આવી છે, જેનાથી તેઓ ધીમે ધીમે 10 વર્ષ માટે તેમનો હિસ્સો ઘટાડી શકે છે. વર્ષ 2022માં, સેબીએ LICને મોટી છૂટ આપી હતી. કંપનીને 21,000 કરોડ રૂપિયા એકત્ર કરવા માટે તેની 3.5% ઇક્વિટી વેચવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ હવે આ નવા નિયમ સાથે, ઘણી મોટી કંપનીઓ બજારમાં પ્રવેશી શકે છે.
આ પણ વાંચોઃ ક્રિકેટ કે બિઝનેસ? ભારે વિરોધ છતાં ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ રદ ન થઇ તેનું આ છે કારણ












