અમદાવાદમાં ફરી એક વાર ડ્રગ્સ ઝડપાયું, ક્રાઈમ બ્રાન્ચે 50 લાખના MD ડ્રગ્સ સાથે બે પેડલરોની કરી ધરપકડ


રાજ્યમાં યુવાઘનને બરબાદ કરવા માટે અવાર નવાર ડ્રગ્સ પેડલરો દ્વારા ડ્ર્ગ્સની હેરાફેરી કરવામાં આવતી હોય છે. જેને પોલીસ દ્વારા અનેક વાર ઝડપી પણ પાડવામાં આવતા હોય છે. ત્યારે આજે ફરી એક વાર 50 લાખના MD ડ્રગ્સની હેરાફેરી કરનાર બે પેડલર ઝડપાયા હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના હાથીજણ સર્કલ પાસેથી પોલીસે બે પેડલરોને દબોચી લીધા હતા. તેઓ બાપુનગરમાં આ ડ્ર્ગ્સ વેચવાના હતા. પરંતુ તેમના આ કારસાને આજે નિષ્ફળ કરી દેવામાં આવ્યો છે.
495.80 ગ્રામ MD ડ્રગ્સના જથ્થા સાથે બે ની ધરપકડ
અમદાવાદ જીલ્લાના અસલાલીથી હાથીજણ તરફ જતાં રિંગરોડ નજીકના રુદ્ર રોડ લાઇન્સની ઓફિસ પાસેથી ક્રાઇમબ્રાચે બે પેડલરોને ઝડપી પાડ્યા છે. તેમજ તેમની સાથે રહેલ 495.80 ગ્રામ MD ડ્રગ્સના જથ્થો પણ જપ્ત કરી લીધો છે. આ પેડલરો મૂળ ઉત્તરપ્રદેશના હોવાથી જોનપુરથી આ ડ્રગ્સનો જથ્થો સાબરમતી ટ્રેનમાં લઇને આવતા હતા. આ દરમિયાન પોલીસને શંકા જતા તેમની ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા ટ્રેનમાં રહેલ આ શખ્સો પર શક જતા તેમની પૂછપરછ કરી હતી. જેમાં તેઓ યોગ્ય જવાબ આપી શક્યા ન હતા.
આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી
આ પેડલરોની પોલીસ દ્વારા પૂછપરછ કરતા એક પેડલર મૂળ ઉત્તરપ્રદેશના જોનપુરના રહેવાસી 25 વર્ષિય આઝમખાન અલીએહમદખાન પઠાણ હાલ રખીયાલ ચુનીલાલની ચાલીમાં રહે છે. તેમજ બીજાઆરોપીનુ નામ 28 વર્ષિય કૈફખાન મંજુરખાન પઠાણ છે તે પણ ઉત્તરપ્રદેશનો જ રહેવાસી છે.
પોલીસે વધુ તપાસ હાથ ધરી
પોલીસ દ્વારા બંન્ને પેડલરોને ઝડપી લેતાં તેમની પાસેથી 485.80 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું હતુ. પોલીસે આ ડ્રગ્સને જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આઝમખાન અગાઉ પણ ડ્રગ્સની હેરાફેરી કરી ચુક્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો : AMCની ટીમ પર હુમલો કરનાર આશિષ ત્રિપાઠી જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ નામંજૂર કર્યા