કર્ણાટકમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ બેવડી કાર્યવાહી: ED અને લોકાયુક્ત દ્વારા મોટા દરોડા પાડવામાં આવ્યા
- EDની ટીમે 89.63 કરોડ રૂપિયાના ગેરકાયદે ટ્રાન્સફર સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દરોડા પાડ્યા
કર્ણાટક, 11 જુલાઇ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે EDએ કર્ણાટકમાં મોટો દરોડો પાડ્યો છે. મળતી માહિતી મુજબ, EDના આ દરોડા ગત બુધવારથી ચાલી રહ્યા છે જેમાં પૂર્વ ધારાસભ્ય અને મંત્રીના સ્થાનો પર પણ કાર્યવાહી ચાલી રહી છે. EDએ મની લોન્ડરિંગ કેસની તપાસના સંદર્ભમાં આ દરોડા પાડ્યા છે. તે જ સમયે, ખાસ વાત એ છે કે, કર્ણાટકમાં લોકાયુક્ત વિભાગ દ્વારા પણ જુદા જુદા જિલ્લાઓમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. માહિતી મુજબ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમે 89.63 કરોડ રૂપિયાના ગેરકાયદે ટ્રાન્સફર સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દરોડા પાડ્યા છે.
Karnataka: Lokayukta in Belam, Kalaburagi, raided the homes of Basavaraj Magi, a BBMP Revenue Officer, probing allegations of assets exceeding known sources of income. pic.twitter.com/XRL8pW1D9M
— IANS (@ians_india) July 11, 2024
સમગ્ર મામલો શું છે?
હકીકતમાં, કર્ણાટક મહર્ષિ વાલ્મીકી અનુસૂચિત જનજાતિ વિકાસ નિગમ (કર્ણાટક સરકાર)ના SB ખાતા અને SOD ખાતામાંથી ગેરકાયદેસર રીતે ભંડોળના ટ્રાન્સફરના આરોપો બહાર આવ્યા છે. માહિતી મુજબ, લગભગ 89.63 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાનો આરોપ છે. આ સંબંધમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમે દરોડા પાડ્યા છે.
CBIએ કેસ નોંધ્યો હતો
કર્ણાટક મહર્ષિ વાલ્મિકી અનુસૂચિત જનજાતિ વિકાસ નિગમનું ખાતું બેંગલુરુના MG રોડ પર આવેલી યુનિયન બેંકમાં હતું. આ વર્ષે 6 મેના રોજ એકાઉન્ટ સંબંધિત છેતરપિંડીનો ખુલાસો થયો હતો. યુનિયન બેંકની ફરિયાદ પર CBIએ 3 જૂનના રોજ બેંક અધિકારીઓ અને અન્ય લોકો સામે ભ્રષ્ટાચાર અને છેતરપિંડીનો કેસ નોંધ્યો હતો. હવે ED આ કેસમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહી છે.
લોકાયુક્તના દરોડા પણ ચાલુ છે
બીજી તરફ કર્ણાટકના વિવિધ જિલ્લાઓમાં લોકાયુક્ત દ્વારા પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. માહિતી અનુસાર, એજન્સી સાથે નોંધાયેલા 11 કેસના સંબંધમાં કર્ણાટકના માંડ્યા, કોલાર, બેલગાવી, મૈસૂર અને હસન સહિત 9 જિલ્લાઓમાં લોકાયુક્તના દરોડા ચાલી રહ્યા છે.
આ પણ જુઓ: ISRO જાસૂસી કેસમાં નંબી નારાયણને કેમ ફસાવવામાં આવ્યા? CBIનો સૌથી મોટો ખુલાસો