ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડવીડિયો સ્ટોરી

ભારતીય વિદ્યાર્થીઓને ડોનાલ્ડ ટ્રમ્પની ગ્રીનકાર્ડની જાહેર ઑફર, જાણો શું કહ્યું?

  • ગ્રેજ્યુએશન પછી વિદેશી વિદ્યાર્થીઓ આપોઆપ ગ્રીનકાર્ડના હકદાર બની જશે: ટ્રમ્પ સ્નાતકોને ઓટોમેટિક ગ્રીનકાર્ડનું વચન આપ્યું 

વોશિંગ્ટન, 22 જૂન: અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ અને રિપબ્લિકન પ્રેસિડેન્શિયલ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ચૂંટણી ભાષણ દરમિયાન ગ્રીનકાર્ડ પર એક મોટું વચન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, જો તેઓ ફરીથી પ્રમુખ તરીકે ચૂંટાય છે તો વિદેશી વિદ્યાર્થીઓ અમેરિકન કોલેજોમાંથી સ્નાતક થયા પછી આપોઆપ ગ્રીનકાર્ડ માટે હકદાર બનશે. ટ્રમ્પે કહ્યું કે, “અમેરિકાને આગળ લઈ જવા માટે સક્ષમ લોકોની જરૂર છે. તેમને અમેરિકામાં રોકવાની જરૂર છે, દેશની બહાર જવાની જરૂર નથી.

 

એક પોડકાસ્ટમાં ટ્રમ્પે કહ્યું કે, “તેજસ્વી અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ભારત અને ચીન જેવા તેમના વતન જ્યાં તેઓ કરોડપતિ બની જાય છે ત્યાં પાછા ફરતા અટકાવવા એ સમયની જરૂરિયાત છે. જેથી આ પગલું ભરવું જરૂરી છે.” નવેમ્બરની ચૂંટણી પહેલા ઇમિગ્રન્ટ વિરોધી કડક વલણ ધરાવતા ડોનાલ્ડ ટ્રમ્પ માટે આ એક પ્રકારનો વોલ્ટ-ફેસ છે.

અમેરિકાને સક્ષમ લોકોની જરૂર છે: ટ્રમ્પ 

ટ્રમ્પે કહ્યું કે, “અમેરિકાને આગળ લઈ જવા માટે સક્ષમ લોકોની જરૂર છે. તેમને(વિદેશી વિદ્યાર્થી) અમેરિકામાં રોકવાની જરૂર છે, દેશની બહાર જવાની નહીં.” આ વર્ષે નવેમ્બરમાં યોજાનારી US પ્રમુખપદની ચૂંટણી પહેલા ટ્રમ્પે માઇગ્રન્ટ્સ પ્રત્યેનું પોતાનું વલણ નરમ કરીને તેમને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે.

ભારતીયોને ફાયદો થશે

અમેરિકામાં મોટી સંખ્યામાં ભારતીયો રહે છે. તેથી તેમને ગ્રીનકાર્ડના વધુ લાભ પણ મળશે. ગ્રીનકાર્ડ એ અમેરિકામાં કાયમી રહેઠાણનો દસ્તાવેજ છે. ભૂતપૂર્વ પ્રમુખ ટ્રમ્પ મેક્સિકો સરહદમાં પ્રવેશતા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પ્રત્યે તેમના કડક વલણ માટે જાણીતા છે. જોકે, ટ્રમ્પ હંમેશા મેરિટ આધારિત ઈમિગ્રેશન સિસ્ટમના સમર્થક રહ્યા છે.

ગ્રેજ્યુએટ થતાં જ તમને ગ્રીનકાર્ડ મળી જશે: ટ્રમ્પ 

ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે ઓલ ઇન પોડકાસ્ટ દરમિયાન કહ્યું હતું કે, “કોઈપણ વિદેશી વિદ્યાર્થીને કોલેજમાંથી સ્નાતક થતાંની સાથે જ ગ્રીનકાર્ડ મળવું જોઈએ. તેમાં જુનિયર કોલેજો પણ હોવી જોઈએ.” આ પોડકાસ્ટનું આયોજન કરનારા ચાર મૂડીવાદીઓમાંથી(ફાયનાન્સર) ત્રણ ઇમિગ્રન્ટ્સ હતા.

બીજી તરફ, ટ્રમ્પનું ચૂંટણી પ્રચાર ચલાવનારાઓએ કહ્યું છે કે, આ પહેલીવાર છે જ્યારે ટ્રમ્પ ચૂંટણી માટે રોકડ એકત્ર કરવાના મામલે પ્રમુખ જો બાઈડન કરતા આગળ ગયા છે.

આ પણ જુઓ: કેનેડાની અદાલતે બે ખાલિસ્તાનીઓને આપ્યો ઝટકો: નો-ફ્લાય લિસ્ટમાંથી દૂર કરવાનો ઇનકાર

Back to top button