ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડવીડિયો સ્ટોરી

અમેરિકી પ્રમુખ જો બાઈડન પર ઉંમરની અસર ચોખ્ખી દેખાય છેઃ જૂઓ વીડિયો

  • જો બાઈડન G-7 સમિટ દરમિયાન ખોવાયેલા જોવા મળ્યા, મેલોનીએ તેમને ભટકતાં અટકાવ્યા!

ઈટાલી, 14 જૂન: US પ્રમુખ જો બાઈડન ગ્રુપ ઓફ સેવન (G7) સમિટ માટે ઈટાલીમાં છે. જ્યાં અમેરિકી પ્રમુખ જો બાઈડન પર ઉંમરની અસર ચોખ્ખી દેખાય તેવા વીડિયો વાયરલ થઈ રહ્યો છે. એક વાયરલ વિડિયોમાં, બાઈડન ભટકતા જોઈ શકાય છે, જેને પાછળથી ઈટાલિયન વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની દ્વારા સંભાળવામાં આવે છે. આ વીડિયોમાં મેલોની અને જો બાઈડન ઉપરાંત, બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનક, કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો, ફ્રાન્સના પ્રમુખ એમેન્યુઅલ મેક્રોન, જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ, યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન અને ઘણા અગ્રણી નેતાઓ જોવા મળે છે.

 

પ્રમુખ બાઈડનના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

જ્યારે બીજા વીડિયોમાં પ્રમુખ બાઈડનનું જ્યોર્જિયા મેલોની દ્વારા G7 સમિટમાં સ્વાગત કરવામાં આવે છે. જેની થોડી વાર બાદ બાઈડન ઈટાલિયન PM મેલોનીને સેનાના અધિકારીની જેમ સેલ્યુટ કરતાં જોવા મળે છે. અમેરિકામાં પ્રમુખની ચૂંટણી પહેલા આવા વીડિયો બાઈડન અને તેમની પાર્ટી માટે મુશ્કેલી વધારી શકે છે તેમજ અન્ય એક વીડિયોમાં બાઈડનનું ઘડપણ દેખાઈ રહ્યું છે, આ વીડિયો દેખાઈ રહ્યું છે એક કાર્યક્રમ દરમિયાન જો બાઈડને યુનાઇટેડ સ્ટેટ્સના સેનેટર ચક શુમર (Chuck Schumer) સાથે હાથ મિલાવીને ભૂલી ગયા અને બરાબર 3 સેકન્ડ બાદ ફરી તેઓ શૂમર સાથે હાથ મિલાવવા માટે પોતાનો હાથ આગળ કરતાં જોવા મળે છે.

 

પ્રમુખ જો બાઈડનના વર્તન અંગે લોકોએ ચિંતા વ્યક્ત કરી 

સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ બાઈડનના વર્તન અંગે તેમની ચિંતા વ્યક્ત કરી છે. એક યુઝરે લખ્યું છે કે, “શું તમે કલ્પના કરી શકો છો કે તેમણે વિશ્વના નેતાઓની સામે શું કર્યું? કેટલું શરમજનક(it’s horrifying).” અન્ય એક યુઝરે લખ્યું કે, “પ્રિય ભગવાન, કૃપા કરીને અમેરિકાની મદદ કરો. અમે એક દોરાથી લટકી રહ્યા છીએ. તેઓ(બાઈડન) ક્યાં સુધી અમને શરમાવતા રહેશે?” તો અન્ય એક યુઝરે લખ્યું કે, “મને નથી લાગતું કે તેની ચૂંટણી લડવાની કોઈ સંભાવના રહી ગઈ છે. ડેમોક્રેટ્સ ખરાબ સ્થિતિમાં છે. તેઓ આના માટે પોતાને સિવાય કોઈ અન્યને દોષી ઠેરવી શકે નહીં, પરંતુ પોતાને જ દોષી ઠેરવી શકે છે. “

 

81 વર્ષીય જો બાઈડન શું પ્રમુખની ચૂંટણી જીતી શકશે?

ઉલ્લેખનીય છે કે, જો બાઈડન 81 વર્ષના છે. તેમના સ્વાસ્થ્યને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. હવે તે જોવાનું રસપ્રદ રહેશે કે, તેઓ ફરી એકવાર પ્રમુખની ચૂંટણીમાં ઉમેદવાર બની શકે છે કે નહીં. અગાઉ ગુરુવારે, જો બાઈડને જી 7 સમિટ માટે તેમનું સ્વાગત કરતી વખતે ઇટાલિયન વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીને વિચિત્ર રીતે સલામ કર્યું હતું. બાઈડનના આ ઈશારાને લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણી ચર્ચા થઈ હતી.

G7 દેશોમાં કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સ જેવા દેશોનો સમાવેશ થાય છે. 13થી 15 જૂન સુધી ત્રણ દિવસીય સમિટમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ત્યાં પહોંચ્યા છે. જો બાઈડન સાથે તેમની મુલાકાતની પણ શક્યતા છે.

આ પણ જુઓ: હવે આ જ જોવાનું બાકી હતું.. ટોયલેટમાં લગાવ્યા ટાઈમર, ટાઇમપાસ કારનારાઓનો થશે હિસાબ

Back to top button