બારીના કાચમાંથી આવતા સુર્યપ્રકાશમાંથી વિટામીન ડી મળે છે કે નહીં? જાણો સત્ય
વિટામીન ડીનું સેવન શરીરને હેલ્ધી રાખવા માટે ખૂબ જ જરૂરી છે. આ એક એવું પોષકતત્વ છે જે માત્ર હાડકા, દાંત અને માંસપેશીઓને જ મજબૂત કરતુ નથી, પરંતુ કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા તત્વોને અવશોષિત કરવામાં પણ શરીરની મદદ કરે છે. તે ઇમ્યુનિટી વધારે છે અને શરીરથી બિમારીઓને દુર રાખે છે. વિટામીન ડીની કમીના લીધે તમને કમર દર્દ, થાક, કમજોરી, ડિપ્રેશન, વાળનું ખરવુ જેવી અનેક બિમારીઓ થઇ શકે છે.
વિટામીન ડીનો સૌથી સારો સ્ત્રોત
વિટામીન ડીનો સૌથી સારો સ્ત્રોત સુર્યપ્રકાશ છે. તેથી વિટામીન ડીને સનશાઇન વિટામીન પણ કહેવામાં આવે છે. તે માનવ શરીરની વિટામીન ડીની રોજની જરૂરિયાતોને પુર્ણ કરે છે.
શું બારીના કાચમાંથી મળી શકે છે વિટામીન ડી?
સુર્યની રોશની તમારા શરીરને વિટામીન ડી આપતી નથી, પરંતુ તે તમારા શરીરમાં વિટામીન ડીનું ઉત્પાદન કરે છે. જ્યારે તમારી ત્વચા સુર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોના સંપર્કમાં આવે છે તો શરીરમાં વિટામીન ડી બનવાની પ્રક્રિયા શરૂ થવા લાગે છે. ત્યારબાદ તમારુ શરીર તેનો ઉપયોગ કેલ્શિયમના અવશોષણ અને હાડકાના સ્વાસ્થ્ય, ઇમ્યુનિટી, હોર્મોનલ બેલેન્સ જેવા ઘણા કામ માટે કરવા લાગે છે. જોકે વિટામીન ડીના ફાયદા મેળવવા માટે જરૂરી છે કે સુર્યપ્રકાશના સીધા સંપર્કમાં રહેવું. જો સુર્યની રોશનીનો ત્વચા સાથે સીધો સંપર્ક થાય તો જ તમને તેનો ફાયદો થાય છે. બારીના કાચમાં બેસીને તમે તે ફાયદો મેળવી શકતા નથી.
વિટામીન ડી લેવાનો યોગ્ય સમય કયો છે?
જ્યારે તડકો હળવો હોય ત્યારે તમે તે શરીર પર લઇ શકો છો. આમ તો આખા દિવસના કોઇ પણ સમયનો તડકો તમારા શરીરમાં વિટામીન ડીનું ઉત્પાદન કરી શકે છે, પરંતુ બપોરનો સમય હશે તો તમારી સ્કીન સળગવા લાગશે. ટેનિંગ થઇ શકે છે. તેના રેડિયેશન તમને તકલીફ આપી શકે છે. જો તમને સુરજની રોશનીમાં કોઇ પણ પ્રકારની જલન અનુભવાતી ન હોય તો તમે 15 મિનિટ સુધી સુર્યના એક્સપોઝરમાં રહી શકો છો.
આ પણ વાંચોઃ સ્કીન કેર માટે વર્ષોથી લોકો મુલતાની માટીનો ઉપયોગ કરે છે