સ્કીન કેર માટે વર્ષોથી લોકો મુલતાની માટીનો ઉપયોગ કરે છે 

મુલતાની માટીથી ચહેરાની રંગત સુધરે છે અને ડેડ સ્કીન સરળતાથી રીમુવ કરે છે 

મુલતાની માટીનું ફેસપેક બનાવીને તેને ચહેરા પર લગાવી શકાય છે

ફેસપેક બનાવવા માટે 2 થી 4 ચમચી મુલતાની માટી લો અને તેમાં એક વિટામીન ઈની કેપ્સુલ ઉમેરો 

તેમાં જરુર અનુસાર પાણી અથવા તો ગુલાબજળ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો

પેસ્ટ તૈયાર થઈ જાય એટલે તેને ચહેરા અને ગળા પર લગાડો 

આ પેસ્ટ પર 15 મિનિટ માટે રહેવા દો અને પછી તેને ઠંડા પાણીથી સાફ કરી લો 

આ ફેસપેકનો ઉપયોગ અઠવાડિયામાં બે વખત કરો