ટોપ ન્યૂઝનેશનલ

શું માસ્ક પીછો નહીં જ છોડે ? ત્રીજા રાજ્યએ પણ માસ્ક કર્યું ફરજીયાત

Text To Speech

હાશ…. હવે કોરોના ગયો, માંડ એવી વીન વીન કંડિશન જોવામાં આવે ત્યાં તો ફરી કોરોના પોતાના નવા સ્વરૂપ સાથે એન્ટ્રી કરી લોકોનું ટેન્શન વધારે આ કાળ ચક્ર પાછલા લાંબા સમયથી દેશ-દુનિયામાં ચાલી રહ્યુ છે તે વિદીત છે. કોરોનાએ માનવીય જીવનમાં અનેક પરિર્વતન લાવી દીધા છે અને કદાચ એવું જોવામાં આવી રહ્યું છે કે માનવ જાત માટે આ પરિવર્તનો કાયમી પણ હોઇ શકે છે. કોરોના કાળે બ્રહ્માડનાં સૌથી વિકસિત હ્યુમન બિઇંગનાં કહેવાતા વિકાસની પોલ ખોલી નાખી અને આજે પણ માણસ જાત અમુક અણધારી આફતો સામે કેટલી પાગળી છે તે સર્વ સ્વિકૃત રીતે બધાની સામે લાવી દીધુ. “માસ્ક” એ કોરોનાએ આપેલી આવી જ એક ભેટ છે, જે કોરોનાની માફક માણસોનાં જીવનમાંથી જવાનું નામ નથી લઇ રહ્યું.

આ પણ વાંચો – સુરત/ ગ્રીષ્માનાં હત્યારા ફેનિલને શું થશે સજા, જાણવા માટે હજી જોવી પડશે રાહ

જી હા, કોરોના ચાલ્યો ગયો છે અને હવે માસ્કની કોઇ જરૂર નથી તેવું ધારીને દેશનાં અમુક રાજ્ય પ્રશાસનો દ્વારા માસ્કને મરજીયાત કરી દેવામાં આવ્યુ હતું, લોકો પણ આ નિર્ણયની સરાહના કરી રહ્યા હતા. પરંતુ કોરોના પોતાનું પોત પ્રકાશવામાં માહીર છે અને તે તેણે પૂર્વે એટલી દ્વઢતાથી સાબિત કર્યું છે કે કોઇ કોરોનાને જરા પણ હળવાશથી લેવાનું સપનામાં પણ વિચારી શકે નહીં. માટે જ દેશમાં તમિલનાડુ ત્રીજી એવુ રાજ્ય બન્યું છે કે જાણે ફરી માસ્કનો ફરજીયાત કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે કોરોનાનાં કેસ ઘટતા અનેક રાજ્ય સરકારો દ્વારા લોકોને માસ્કમાંથી મુક્તિ આપવામાં આવી હતી. જો કે હાલમા જ દેશનાં અનેક પ્રાંતમાં કોરોનાનાં કેસમાં ઉછાળો આવતા દિલ્હી અને પંજાબ બાદ હવે તમિલનાડુ સરકાર દ્વારા પણ માસ્કને ફરી ફરજીયાત કરવામાં આવ્યું છે.

તમિલનાડુ સરકારે શુક્રવારે ફરીથી ફેસ-માસ્ક ન પહેરનારાઓ પર દંડ લાદવાનું શરૂ કર્યું. આ નિર્ણય કોરોનાના વધતા જતા કેસ અને હેલ્થ પ્રોટોકોલનું પાલન કરવામાં લોકોને ઉદાસીનતાને કારણે લેવામાં આવ્યો છે. સ્ટાલિન સરકારે સંબંધિત વિભાગોને રાજ્યમાં આ નિયમનું કડકાઈથી પાલન થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. નોંધનીય છે કે આ પહેલા દિલ્હી અને પંજાબ સરકારોએ પણ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે.

આ પણ વાંચો – શું છે કોંગો ફીવર, શું છે તેના લક્ષણો, કેવી રીતે ફેલાઇ છે અને કેમ બચી શકાય ?

મુખ્ય આરોગ્ય સચિવ જે રાધાક્રિષ્નને જણાવ્યું હતું કે લોકો પાસેથી 500 રૂપિયાનો દંડ વસૂલવાનો નિર્ણય COVID-19 માર્ગદર્શિકાને અનુસરવામાં લોકોમાં દેખાતી શિથિલતાની પૃષ્ઠભૂમિમાં લેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું, “અમે સ્થાનિક વહીવટીતંત્ર, આરોગ્ય અને પોલીસ વિભાગના અધિકારીઓને જાહેર સ્થળોએ માસ્ક વિના દેખાતા લોકો પાસેથી દંડ વસૂલવા નિર્દેશ કર્યો છે.”

તામિલનાડુમાં ગુરુવારે 39 નવા કેસ જોવા મળ્યા
ભૂતકાળમાં કોવિડના દરમાં ઘટાડો થયા પછી, રાજ્યમાં થોડા દિવસોથી નવા અને સક્રિય કેસોમાં વધારો થયો છે. ગુરુવારે રાજ્યમાં કોરોના વાયરસના ચેપના 39 નવા કેસ જોવા મળ્યા હતા. રાધાકૃષ્ણને કહ્યું કે આ દિવસોમાં લોકો જાહેરમાં ફેસ-માસ્ક પહેરેલા જોવા મળતા નથી. “લોકો મેટ્રોપોલિટન બસ દ્વારા અથવા જાહેર સ્થળે મુસાફરી કરી શકે છે, પરંતુ તેઓ માસ્ક પહેરેલા જોવા મળતા નથી” 

આ પણ વાંચો – કરીના કપૂરની મલબાર ગોલ્ડની જાહેરાત પર વિવાદ, યુઝર્સે કહ્યું- ‘હિંદુ ભાવનાઓને ઠેસ પહોંચી’

આરોગ્ય વિભાગે તમામ જિલ્લા પ્રશાસનોને માસ્ક ન પહેરવા બદલ લોકો પાસેથી રૂ. 500 નો દંડ વસૂલવાનો નિર્દેશ આપ્યો છે અને લોકોને સરકાર દ્વારા નિર્ધારિત કોવિડ નિવારણ માર્ગદર્શિકાનું પાલન કરવા અપીલ કરી છે. રાધાકૃષ્ણન અને આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, મદ્રાસના કેમ્પસનું નિરીક્ષણ કરી રહ્યા હતા, જ્યાં ગુરુવારે કોરોના વાયરસના વધુ 12 નવા કેસ નોંધાયા હતા.

Back to top button