ગુજરાતટોપ ન્યૂઝ

સુરત/ ગ્રીષ્માનાં હત્યારા ફેનિલને શું થશે સજા, જાણવા માટે હજી જોવી પડશે રાહ

Text To Speech

ગુજરાત સહિત સમગ્ર દેશમાં જે હત્યાનાં પડઘા પડ્યા છે તે ગુજરાતનાં સુરતની ગ્રીષ્મા હત્યા કેસના આરોપીને કોર્ટ દ્વારા દોષિત તો જાહેર કરી દેવામાં આવ્યો જ હતો. આજે કોર્ટ હત્યારાને તેની સજા સંભળાવાની હતી. પરંતુ ગ્રીષ્માનાં હત્યારાને શું સજા કરવામાં આવશે તેની રાહ હજી તમામ લોકોએ જોવી પડશે. ગ્રીષ્મા હત્યા કેસની સજા સંભળાવા માટે આજની તારીખ કોર્ટ દ્વારા મુકરર કરવામાં આવી હતી અને હત્યારા ફેનીલને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજૂ કરાયો હતો.

આ પણ વાંચો – કરીના કપૂરની મલબાર ગોલ્ડની જાહેરાત પર વિવાદ, યુઝર્સે કહ્યું- ‘હિંદુ ભાવનાઓને ઠેસ પહોંચી’

જજ વિમલ કે.વ્યાસની કોર્ટમાં સુરતના ચકચારી ગ્રીષ્મા હત્યા કેસ અંગે હત્યારાને સજાની સુનાવણી માટેની દલીલો કરવામાં આવી હતી. ફેનિલને કેપિટલ સજા આપાવવા માટે સરકાર દ્વારા ચોટદાર દલીલો કરવામાં આવી છે. જેમાં ઓછી સજા થાય તો અત્યારે ફેનિલ 21 વર્ષનો છે, જેલમાંથી છૂટીને આવે 31 કે 35 વર્ષનો હોય શકે. એ બહાર આવે તો કાયદાનો ડર નહીં રહે અને સમાજના લોકો તેનાથી ડરશે. પ્રોફેશનલ કિલરની માફક હત્યાને અંજામ આપ્યો અને સાહનુભૂતી માટે પોતાને પણ આહત કરી, સંપૂર્ણ પ્લાનિંગ સાથે નિર્દોશ યુવતીની હત્યા કરી છે, જેવી દલીલો સામેલ હતી. બચાવપક્ષ દ્વારા પણ પોતાનો પક્ષ રાખવામાં આવ્યો અને થોડી સજાના મુદ્દાઓ વર્ણવામાં આવ્યા હતા.

કોર્ટે ફેનિલને પૂછ્યું કે જ્યારે ગ્રીષ્મા વેકરીયાનો પરિવાર ફાંસીની માગ કરી રહ્યો છે, ત્યારે તમને મૃત્યુદંડ કેમ ન આપવો? અંતે કોર્ટમાં સરકારી અને બચાવ બનેં પક્ષોની દલીલ બાદ કોર્ટે સજાનો પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. સજા પર વધુ સુનાવણી 26મી એપ્રિલે થશે. કોર્ટે કહ્યું છે કે આગામી સુનાવણીમાં બંને પક્ષોને દલીલો માટે તક આપવામાં આવશે.

આ પણ વાંચો – નડિયાદ/ સાંપ્રદાયિક શાંતિમાં પલીતો ચાંપવાનો પ્રયાસ, હનુમાનજીની મૂર્તિ ખંડિત કરાતા અજંપો

જાણો ગ્રીષ્મા હત્યા સમગ્ર મામલો –

25 ફેબ્રુઆરીથી કેસની સુનાવણી સુરત કોર્ટ ખાતે શરુ થઇ હતી. જેમાં આ કેસમાં કુલ 105 સાક્ષીઓને તપાસવામાં આવ્યા છે. તથા સરકાર પક્ષ દ્વારા ફેનિલને આકરી સજા થાય તેવી માંગ કરાઈ છે. સુરતના મુખ્ય ન્યાયાધીશ વિમલ કે વ્યાસની કોર્ટમાં ચુકાદો આવશે. ગ્રીષ્મા હત્યા મામલે કોર્ટમાં બંને પક્ષોની દલીલો પૂર્ણ થઈ ચૂકી છે. આ કેસમાં પોલીસે 2500 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. 300 પાનાનું આરોપીનું નિવેદન. 23 પંચનામા કરવામાં આવ્યા હતા. 90 જેટલા સાક્ષીઓ તપાસમાં આવ્યા હતા. 125 થી વધારે દસ્તાવેજો રજૂ કર્યા હતા. આ ઉપરાંત ડોક્ટરના, ઇજાગ્રસ્ત વ્યક્તિ, મેડિકલ, સીસીટીવી, ઘટના પેહલાના વિડિયો, ઘટના બાદ ની ઓડિયો ક્લિપ તમામ પુરાવાઓ રજૂ કરાયા છે. સુરતના ચકચારી ગ્રીષ્મા હત્યા કેસમાં બચાવ પક્ષના વકીલ હાજર ન રહેતા ગત સુનાવણી ટળી હતી. જેથી 21 એપ્રિલે એટલે કે આજે સેશન્સ કોર્ટે બનેં પક્ષોની દલીલો સાંભળ્યા બાદ, વધુ દલીલો રજૂ કરવા અને પોત પોતાનો પક્ષ રાખવા માટે કોર્ટ દ્વારા વધુ સુનાવણી આગામી 26 તારીખે મુકરર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે. 12 ફેબ્રુઆરીએ પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં ગળું કાપી કરપીણ હત્યા કરવાના આરોપી ફેનિલ સામે કોર્ટમાં 6 એપ્રિલે દલીલો પૂર્ણ થઈ હતી. કોર્ટ દ્વારા ફેનિલને દોષિ જાહેર કરી દેવામાં આવ્યો છે.

Back to top button