તમે પણ હોટલમાં ખાવ છો તંદુરી રોટી? આ વાંચ્યા પછી ક્યારેય ઓર્ડર નહીં કરો
- તંદુરી રોટીમાં કાર્બોહાઇડ્રેડની માત્રા થોડી વધુ હોય છે
- હોટલમાં તંદુરી રોટી અનહેલ્ધી ફેટ સાથે બનાવવામાં આવે છે
- તંદુરી રોટીમાં ઉંચી માત્રામાં ગ્લાઇસેમિક ઇન્ડેક્સ હોય છે
આપણે બધા બહારની રેસ્ટોરાંમાં જમતા હોઇએ છીએ. હોટલમાં જઇએ અને આપણને તંદુરી રોટી ખાવાનું મન થઇ જાય છે. હોટલમાં ખવાતી આ સૌથી પોપ્યુલર ડિશ છે. તંદુરી રોટી રોટલીનું જ એક રૂપ છે, પરંતુ તેમાં કેલરી અને કાર્બોહાઇડ્રેડની માત્રા થોડી વધુ હોય છે, જોકે તે ખાવામાં સ્વાદિષ્ટ લાગતી હોવાના લીધે લોકો તે પ્રીફર કરે છે.
આ રોટીને તંદુરમાં શેકવામાં આવે છે. તમે જોયુ હશે કે ગરમ ગરમ આ રોટીમાં કોલસાની ગંધ આવે છે. આ કારણે લોકો તેને પ્રેમથી ખાય છે. શું તમે જાણો છો કે રેસ્ટોરાંની તંદુરી રોટી તમને કેટલુ નુકશાન કરે છે. જો તમે પણ તંદુરી રોટી ખાવાના શોખીન હો તો એક વાર આ વાંચી લેજો
અનહેલ્ધી ફેટ સાથે બનાવાય છે
રેસ્ટોરાંમા બનાવાયેલી તંદુરી રોટી હેલ્થને નુકશાન પહોંચાડે છે. તે ખૂબ બધા માખણ અને અનહેલ્ધી ફેટ સાથે બનાવવામાં આવે છે. તેમાં રહેલો મેંદો આંતરડા માટે નુકશાનકારક છે. તેના સતત સેવનથી ઇરીટેબલ બાઉલ સિન્ડ્રોમ, કબજિયાત, પાચન સંબંધિત તકલીફ અને કોલેસ્ટ્રોલ જેવી અનેક બિમારીઓનો ખતરો વધી જાય છે.
હાર્ટના રોગોનું જોખમ
કોઇ પણ હોટલમાં તંદુરી રોટી તંદુરમાં બનાવવામાં આવે છે, જેને કોલલસા, લાકડા કે ચારકોલ પર રાખવામાં આવે છે. ઓક્સફોર્ડ યુનિવર્સીટીના એક રિસર્ચમાં જાણવા મળ્યુ છે કે કોલસા, લાકડી કે ચારકોલમાં રાંધેલુ જમવાથી એર પોલ્યુશન તો થાય છે, પરંતુ સાથે સાથે હ્રદય રોગનો ખતરો પણ વધે છે.
ડાયાબિટીસનો ખતરો વધારે છે
તંદુરી રોટી મેંદામાંથી બને છે. તેમાં ઉંચી માત્રામાં ગ્લાઇસેમિક ઇન્ડેક્સ હોય છે, જેથી બ્લડ શુગર લેવલ વધી જાય છે. ખાસ કરીને જો તમે ડાયાબિટિક છો તો બહારથી તંદુરી રોટી મંગાવવાથી દુર રહો. વારંવાર મેંદો ખાવાથી ઇન્સ્યુલિન ઉત્પાદન ઘટવા લાગે છે અને ડાયાબિટીસ વધે છે.
વજન વધે છે
તંદુરી રોટી તમારા વેઇટ ગેઇન માટે જવાબદાર છે. આજકાલ મેદસ્વીતાની જે સમસ્યા વધી છે તેનું મુખ્ય કારણ રિફાઇન્ડ લોટ કે મેંદો છે. મેંદાના વધુ પડતા સેવનથી શરીરમાં ફેટ વધે છે. મેંદાથી આંતરડામાં સોજો આવે છે, તેથી વજન વધવા લાગે છે. તંદુરી રોટીના વધુ પડતા સેવનથી વ્યક્તિ સ્ટ્રેસ, ડિપ્રેશન, એન્ગ્ઝાઇટીનો શિકાર થાય છે.
આ પણ વાંચોઃ પાણીની કોઈ એક્સપાયરી ડેટ નથી હોતી, તો પછી બોટલ પર કેમ લખાય છે?