ટોપ ન્યૂઝટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

પાણીની કોઈ એક્સપાયરી ડેટ નથી હોતી, તો પછી બોટલ પર કેમ લખાય છે?

Text To Speech

પાણી કુદરતની દીધેલ અમુલ્ય ભેટ છે, મનુષ્યનું પાણી વગર જીવવું બહુ અધરું છે . 70% મનુષ્યના શરીરનો ભાગ પાણી હોય છે. ઉનાળો આવી ગયો છે અને લોકો ઉનાળામાં તડકાના લીધે પાણી ઘટી ન જાય તેના માટે ઘણું પાણી પીવે છે. પાણી પીતી વખતે એ વાતનું મુખ્ય ધ્યાન રાખવું જોઈએ કે આપણે સ્વચ્છ અને શુદ્ધ પાણી પી રહ્યા છીએ. આજની ફાસ્ટ અને ઈઝી લાઈફમાં મુખ્ય પ્લાસ્ટિકની પાણીની બોટલનો લોકો વધુ વપરાસ કરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે પાણીની બોટલ પર શા માટે એક્સપાયરી ડેટ લખવામાં આવે છે.

પાણીની કોઈ એક્સપાયરી ડેટ નથી!

એવું માનવામાં આવે છે કે પાણી ક્યારેય બગડતું નથી અને જો પાણી સ્વચ્છ હોય તો તેને ઘણા દિવસો સુધી સંગ્રહી શકાય છે. પરંતુ તેમ છતાં બોટલ પર એક્સપાયરી ડેટ કેમ લખેલી હોય છે. પાણીની કોઈ એક્સપાયરી ડેટ હોતી નથી. પરંતુ પ્લાસ્ટિકની બોટલો જે પાણીનો સંગ્રહ કરી વેચવામાં આવે છે અને જે પાણી ઉપયોગમાં લેવાય છે તેની ચોક્કસ રીતે એક્સપાયરી ડેટ હોય છે. આ જ કારણોથી બોટલો પર એક્સપાયરી ડેટ લવામાં આવે છે.ખ એવું કહેવાય છે કે આ તારીખ ગ્રાહકને જણાવે છે કે બંધ વસ્તુની ગુણવત્તા અને સલામતીનો સમયગાળો શું હોય છે.

આ પણ વાંચો: બનાસકાંઠા : વાવ – થરાદના સરહદી ગામોમાં પીવાના પાણીની પારાયણથી લોકો હેરાન

બોટલ પર આ કારણથી લખાય છે એક્સપાયરી ડેટ 

અમુક સમય બાદ તાપમાનના લીધે પ્લાસ્ટિક પાણીમાં ઓગળવાનું શરૂ કરે છે અને તેથી જ બોટલ પર એક્સપાયરી ડેટ લખવામાં આવે છે. રિપોર્ટ અનુસાર, બોટલોની એક્સપાયરી ડેટ પછી બોટલના પાણીની ગુણવત્તા પર અસર પડી શકે છે અને તેનું સેવન કરવાથી મનુષ્યનું શરીર બીમારીનું ઘર બની સકે છે. તો હવે તમે પણ પાણીનું સેવન કરવા પેહલા બોટલ પરની એક્સપાયરી ડેટ આ ચકાસણી લેજો.

આ પણ વાંચો: ગુજરાતમાં કેજરીવાલ પર ફેંકાઈ પાણીની બોટલ, ગરબા કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા દિલ્હીના સીએમ

Back to top button