ડિહાઇડ્રેશન ખતરનાક બને તે પહેલા માત્ર બે મિનિટમાં ઘરે કરો આ ટેસ્ટ
- શરીરમાં પાણી યોગ્ય માત્રામાં નહી હોય તો અનેક તકલીફો થશે
- ઘરે એક સરળ ટેસ્ટ કરીને પાણીનું લેવલ ચકાસી શકશો
- લીંબુ પાણી, નારિયેળ પાણી કે પાણી વાળા ફળોનું સેવન વધારો
જીવતા રહેવા માટે પાણી ખૂબ જરૂરી છે. શરીરનો લગભગ 60 ટકા ભાગ માત્ર પાણી છે. તેની કમી હોય ત્યારે શરીરે અનેક પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે, પરંતુ તમે એ વાત કેવી રીતે જાણશો કે તમારા શરીરમાં પાણીની માત્રા યોગ્ય છે કે નહીં. ઘરે માત્ર બે મિનિટમાં એક સરળ ટેસ્ટ દ્વારા તમે તે નક્કી કરી શકો છો કે શરીરમાં પાણીનું પ્રમાણ કેટલુ છે.
આ ટેસ્ટને ન્યુટ્રિશનિસ્ટ સ્કિન પિંચ ટેસ્ટ કે ટર્ગર ટેસ્ટના નામે ઓળખે છે. તેમાં હાથની ત્વચાથી પાણીની કમીની જાણ થઇ શકે છે. આ ટેસ્ટમાં તમે ફેલ થાવ છો તો જાણી લો કે તમે ડિહાઇડ્રેશનના શિકાર છો.
પાણીનું લેવલ બતાવતો ટેસ્ટ
તમારા હાથની સ્કિનને ખેંચીને પકડો અને તેને છોડી દો. બે સેકન્ડ રાહ જુઓ. જો તમારી સ્કીન અંદરથી નોર્મલ થતી નથી તો તેમાં ફ્લેક્સિબીલીટી ઓછી છે, જે બોડી ડિહાઇડ્રેશનનું લક્ષણ છે.
ડિહાઇડ્રેશનના છ લક્ષણો
વારંવાર તરસ લાગવી, ખૂબ થાક લાગવો, ત્વચા પીળી પડી જવી અથવા પરસેવો થવો. માથુ દુખવુ અને ગભરામણ થવી, મસલ્સ ક્રેમ્પ થવા તેમજ સ્કીન પર પરસેવા સાથે છારી બાજવી
તરત પીવો આ ડ્રિંક
જો તમારી સ્કિનમાં ઇલાસ્ટિસિટી ઓછી છે તો તમારે પાણીનો ઇનટેક વધારવો જોઇએ. વધુ પાણી પીવાથી શરીર હાઇડ્રેટ રહે છે અને ગરમીમાં હીટ સ્ટ્રોક કે લુથી બચાવે છે. આ સમસ્યાને હળવાશથી ન લેવી.
આ કામ પણ કરો
- પાણીની કમીને દુર કરવા માટે ખીરા, યોગર્ટ, પપૈયુ, શાકભાજીનું સેવન કરો.
- સલાડ જેવા પાણી વાળા શાક ખાવ. લીંબુ પાણી, નારિયેળ પાણી, ઓઆરએસ, સૂપ કે દુધનું સેવન વધારો
- એક પણ સમયનું જમવાનું ન છોડો
- વર્કઆઉટ દરમિયાન હળવા કપડા પહેરો
- ધુમ્રપાન, દારુ કે કેફીનથી દુર રહો
આ પણ વાંચોઃ મોઝામ્બિકનો Ruby Dimond કેમ આટલો મોંઘો વેચાયો?