કરણવીર મેહરા જીત્યો બિગ બોસ 18 અને બીજી બાજુ એક્સ વાઈફે કર્યા બીજા લગ્ન!, જુઓ તસવીરો

- નિધિ સેઠે બેંગલુરુમાં તેના બોયફ્રેન્ડ સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા છે. અભિનેત્રીનું વતન બેંગલુરુમાં છે, જ્યાં તેણે એક ખાનગી સમારંભમાં લગ્ન કર્યાં હતાં
HD ન્યુઝ ડેસ્કઃ તાજેતરમાં જ ટીવી એક્ટર કરણવીર મેહરા ફેમસ રિયાલિટી શો ‘બિગ બોસ 18’નો વિનર બન્યો છે. તેના અંગત જીવનને લઈને શોમાં ઘણા વિવાદો થયા હતા. હવે કરણવીરની પૂર્વ પત્ની અને ટીવી એક્ટ્રેસ નિધિ સેઠના જીવનમાં ખુશીઓ આવી છે. નિધિએ ગુપ્ત રીતે બીજા લગ્ન કરી લીધા છે. તે છેલ્લા બે વર્ષથી તેના બોયફ્રેન્ડને ડેટ કરી રહી હતી, ત્યાર બાદ હવે અભિનેત્રીએ તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા. નિધિના લગ્નની તસવીરો સામે આવી છે અને તેને જોઈને ચાહકો ચોંકી ગયા હતા.
નિધિ સેઠે બેંગલુરુમાં તેના બોયફ્રેન્ડ સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા છે. અભિનેત્રીનું વતન બેંગલુરુમાં છે, જ્યાં તેણે એક ખાનગી સમારંભમાં લગ્ન કર્યાં હતાં. તેણે ઈન્સ્ટાગ્રામ પર તેના પતિ સાથે લગ્નની તસવીરો શેર કરી છે, જેમાં બંને એકબીજાને હાર પહેરાવતા જોવા મળે છે. નિધિના વેડિંગ લૂક વિશે વાત કરીએ તો, તેણે ગુલાબી રંગની ટ્રેડિશનલ સાડી અને ગોલ્ડ જ્વેલરી પણ પહેરી છે. જ્યારે તેનો પતિ મલ્ટીકલર્ડ કુર્તા પાયજામામાં કોમ્પ્લિમેટિંગ લાગે છે.
અભિનેત્રી નિધિએ લગ્નના ફોટા શેર કર્યા અને કેપ્શનમાં લખ્યું છે કે, તમે મને બતાવ્યું કે પ્રેમ એ સંઘર્ષ નથી પણ એક સુંદર સફર છે. અમારા લગ્નમાં હંમેશા હું કરતા ઉપર આપણે રહ્યું છે. તમારી પ્રમાણિકતા અને કાળજી મને સ્વતંત્રતાનો અહેસાસ કરાવે છે. મને ખાતરી છે કે આપણું બંધન દરરોજ વધુ મજબૂત થતું જશે.
તેણે આગળ લખ્યું છે કે, છેલ્લા બે વર્ષથી, તમે યાદોને ખજાનામાં ફેરવી દીધી છે. તમે દરેક આનંદ અને પડકારમાં મારી પડખે ઉભા રહ્યા છો. હું તમારા સમર્થન, સાથ અને આપણી વચ્ચેના સુંદર સંબંધો માટે આભારી છું. મારી સાથે એક અડગ પહાડની જેમ ઊભા રહેવા બદલ આભાર, લવ યુ એસકે.
હાલમાં તેના પતિ કોણ છે તે વિશે વધુ માહિતી મળી નથી, પરંતુ નિધિએ તેના કેપ્શનમાં તેને SK નામથી સંબોધિત કર્યો છે. એવું માનવામાં આવે છે કે તેના પતિ મનોરંજન ઉદ્યોગ સાથે સંબંધિત નથી.
નિધિ સેઠે પહેલા અભિનેતા કરણવીર મહેરા સાથે લગ્ન કર્યા હતા. બંનેએ વર્ષ 2021માં લગ્ન કર્યા હતા, પરંતુ કરણવીર અને નિધિએ તેમના લગ્નને ઉતાવળે લીધેલો અને ભૂલભરેલો નિર્ણય ગણાવ્યો હતો. બે વર્ષની અંદર તેમના સંબંધોનો અંત લાવ્યો હતો. બંનેએ 2023માં છૂટાછેડા લીધા હતા.
આ પણ વાંચોઃ રાજપાલ યાદવને મળી હતી ધમકી, બે દિવસ બાદ આજે પિતાનું નિધન