ગરમીમાં માટલાનું પાણી પીતી વખતે ન કરશો આ ભૂલો, થશે મોટું નુકસાન
- માટલાનું પાણી પ્રાકૃતિક રીતે ઠંડુ હોવાની સાથે શરીરમાં ઈલેક્ટ્રોલાઈટની કમીને પણ દૂર કરે છે અને પાચનને બહેતર બનાવે છે. માટલાનું પાણી પાણીમાં રહેલા ગંદકી અને ટોક્સિન્સને બહાર કાઢીને વોટર પ્યોરિફાયરની જેમ કામ કરે છે.
ગરમીના દિવસોમાં ફ્રિજનું ઠંડુ પાણી પીવાના અનેક નુકસાન થતા હોય છે, જે લોકો આ નુકસાન જાણે છે તેઓ માટલાનું પાણી પીવે છે. માટલાનું પાણી પ્રાકૃતિક રીતે ઠંડુ હોવાની સાથે શરીરમાં ઈલેક્ટ્રોલાઈટની કમીને પણ દૂર કરે છે અને પાચનને બહેતર બનાવે છે. માટલાનું પાણી પાણીમાં રહેલા ગંદકી અને ટોક્સિન્સને બહાર કાઢીને વોટર પ્યોરિફાયરની જેમ કામ કરે છે. આરોગ્ય માટે માટલાનું પાણી પીવું ખૂબ ફાયદાકારક છે. તેમ છતાં જો લાંબા સમય સુધી માટલામાં પાણી ભરીને રાખવામાં આવે તો તે નુકશાનકારક સાબિત થઈ શકે છે. જાણો માટલાનું પાણી પીતી વખતે કઈ ભૂલોથી બચવું જોઈએ.
પાણી કાઢવા માટે હેન્ડલ વાળા વાસણનો ઉપયોગ કરો
ઘણી વખત લોકો માટલાનું પાણી કાઢવા માટે ગ્લાસ કે અન્ય કોઈ વાસણનો ઉપયોગ કરે છે, પરંતુ તેવું બિલકુલ ન કરો. આમ કરતી વખતે હાથ કે નખમાં જમા થયેલી ગંદકી પાણીને દૂષિત કરી શકે છે. જેના કારણે આરોગ્ય સાથે જોડાયેલી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા ઊભી થાય છે. હંમેશા એ વાતનું ધ્યાન રાખો કે માટલાનું પાણી કાઢવા માટે હેન્ડલ વાળા વાસણનો જ ઉપયોગ કરો.
માટલામાં રોજ ભરો નવું પાણી
માટલાનું પાણી પીતા લોકો પાણી ઓછું થાય એટલે તેમાં જ પાણી ભરી દે છે, પરંતુ આમ કરવાથી બચવું જોઈએ. સાફ પાણી માટે માટલાની રોજ સફાઈ જરૂરી છે. રોજ માટલું સાફ કર્યા બાદ જ તેમાં ફ્રેશ પાણી ભરવું જોઈએ. જો માટલામાં ઘણા દિવસો સુધી પાણી પડ્યું રહે તો તેમાં હાનિકારક બેક્ટેરિયા (જેને દેશી ભાષામાં પોરા કહે છે) થઈ શકે છે, જે પેટ સંબંધિત સમસ્યાઓ, ઈંફેક્શન અને ટાઈફોઈડનું કારણ બને છે.
માટલા પર લપેટેલું કપડું રોજ ધુઓ
ગરમીના દિવસોમાં પાણીને લાંબા સમય સુધી ઠંડુ રાખવા માટે લોકો માટલાની ચારે બાજુ કપડું લપેટીને તેને બારી પાસે રાખી દે છે, આ કપડાની પણ રોજ સફાઈ થાય તે જરૂરી છે. જો રોજ તેની સફાઈ નહીં થાય તો કપડામાં ગંદકી જામશે, જે ફંગલ અને બેક્ટેરિયલ ઈંફેક્શનનું કારણ બની શકે છે.
માટલાને ખુલ્લું ન રાખો
માટલામાં પાણી સ્ટોર કરતી વખતે ખાસ ધ્યાન રાખો કે માટલાને ઢાંકીને રાખો. જેટલી વાર તમે માટલામાંથી પાણી પીવો તેટલી વાર તેને ઢાંકવાનું ન ભૂલો. આમ કરવાથી માટલામાં ધૂળ-માટી, ગંદકીની સાથે સાથે કીડા મકોડા પણ ઘૂસીને માટલાના પાણીને દૂષિત કરી શકે છે.
પ્રિન્ટ કરેલા માટલા ન ખરીદો
આજકાલ પ્રિન્ટ કરેલા માટલાને લોકો ખૂબ પસંદ કરતા હોય છે. આ પ્રકારના માટલા ભલે જોવામાં સારા લાગે, પરંતુ આરોગ્યને નુકસાન પહોંચાડી શકે છે. હંમેશા ટ્રેડિશનલ માટલા જ ખરીદો. એવા માટલા ન લાવો, જેમાં અંદરથી કોટિંગ કરેલું હોય. કોઈ પણ પ્રકારની પૉલિશ કરેલી હોય તેવું માટલું ન ખરીદો.
આ પણ વાંચોઃ 16 વર્ષે બનશે વોન્ટેડની સિક્વલ, સલમાન રાજી, બોનીએ કર્યું કન્ફર્મ