ચૈત્ર મહિનામાં આ વસ્તુઓનું સેવન ભુલથી પણ ન કરશોઃ હેલ્થ પર થશે ઊંધી અસર
ચૈત્ર મહિનો શરૂ થઇ રહ્યો છે. હિંદુ ધર્મમાં આ મહિનાનું ખુબ મહત્ત્વ હોય છે. ચૈત્ર મહિનાથી ભારતીય નવા વર્ષની શરૂઆત થાય છે. હિંદુ વર્ષનો પહેલો મહિનો હોવાના કારણે તેનું વધુ મહત્ત્વ છે. ચૈત્ર માસની પુર્ણિમા ચિત્રા નક્ષત્રમાં હોય છે, તેથી આ મહિનાનું નામ ચૈત્ર પડ્યુ. એવી માન્યતા છે કે સૃષ્ટિના રચયિતા ભગવાન બ્રહ્માએ ચૈત્ર મહિનાની એકમે સૃષ્ટિની રચના કરી હતી. સતયુગની શરૂઆત પણ ચૈત્ર મહિનામાં માનવામાં આવે છે.
કેમ ખાસ છે આ મહિનો
એવું માનવામાં આવે છે કે આ મહિનામાં ઠંડી પુરી થાય છે અને ગરમીની શરૂઆત થાય છે. પર્યાવરણમાં આસપાસ ખુબ જ હરિયાળી હોય છે. આ સમયે જાત જાતના ફુલ પણ ખીલે છે. આ મહિનામાં માતા દુર્ગાની પુજા કરાય છે અને નવરાત્રિ પણ મનાવવામાં આવે છે.
ચૈત્ર મહિનામાં ભુલથી પણ આ વસ્તુઓનું સેવન ન કરશો
ગોળ અને ખાંડનું સેવન
ચૈત્ર મહિનામાં ગોળ અને ખાંડનું સેવન ઓછુ કરવામાં આવે છે. વાતાવરણ મુજબ આ સીઝનમાં મીઠી વસ્તુઓનું સેવન કરવુ હેલ્થ માટે સારુ નથી. નવરાત્રિમાં કેટલાક લોકો ઉપવાસ પણ કરતા હોય છે. તેથી ઉપવાસમાં ગળી વસ્તુઓ વધુ ખવાઇ જાય છે, પરંતુ ગળ્યા પદાર્થો પચવામાં ભારે પડે છે. જે હાલના વાતાવરણને અનુકુળ નથી, જેથી આ માસ દરમિયાન ગળી વસ્તુઓના સેવનથી બચવુ જોઇએ.
ખાટા ફળોનું સેવન ન કરતા
આ મહિના દરમિયાન ઠંડી જાય છે અને ગરમીની શરૂઆત થાય છે. આ દરમિયાન ખાટા ફળોનું સેવન તમારી તબિયત બગાડી શકે છે. આ દરમિયાન સાધારણ ભોજનનું સેવન કરવુ જોઇએ.
વાસી ભોજનનથી દુર રહો
આ માસમાં પાચનશક્તિ મંદ પડી જતી હોય છે, તેથી વાસી ખોરાકનું સેવન ભુલેચુકે ન કરવુ તે તમારી તબિયત બગાડી શકે છે. વ્યક્તિએ વધુ મસાલાયુક્ત આહારનું સેવન પણ ન કરવુ જોઇએ.
ચૈત્ર મહિનામાં આ વસ્તુઓનું સેવન ખાસ કરજો
- આ મહિના દરમિયાન લીમડાના પાન કે લીમડાના રસનું સેવન કરવાનું ફાયદાકારક માનવામાં આવે છે.
- ચૈત્ર મહિનામાં ચણા ખાવા પણ સારા માનવામાં આવે છે. તેનો આરોગ્ય પર સારો પ્રભાવ પડે છે.
- આ દરમિયાન ખાવાનું ઓછુ ખાઇને વધુ પાણી પીવુ જોઇએ.
- ચૈત્ર મહિના દરમિયાન મીઠા અને પાકેલા ફળોનું જ સેવન કરવુ જોઇએ.
આ પણ વાંચોઃ Googleના કર્મચારીઓએ સુંદર પિચાઈને મોકલી તેમની 5 માંગણીઓ