ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભારે હોબાળા બાદ DMK સાંસદે ગૌમૂત્રના નિવેદન બદલ માફી માંગી

Text To Speech

નવી દિલ્હી, 06 ડિસેેમ્બર: હિન્દીભાષી રાજ્યોને ગૌમૂત્રના રાજ્યો કહેનારા DMKના સાંસદ એસ. સેંથિલકુમારે બુધવારે ગૃહમાં માફી માંગી અને પોતાના નિવેદન પર ખેદ વ્યક્ત કર્યો. ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ ભારે હોબાળો થયો અને ભાજપના સાંસદોએ ડીએમકે સાંસદ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. સેંથિલે ભાજપે વિધાનસભામાં જીતેલા ત્રણ હિન્દીભાષી રાજ્યોને ગૌમૂત્ર રાજ્યો તરીકે ગણાવ્યા હતા. આ મુદ્દા પર શાસક પક્ષે આકરા પ્રહારો કર્યા હતા. બીજી તરફ સીએમ એમકે સ્ટાલિને પણ સેંથિલકુમારના નિવેદન પર વાંધો વ્યક્ત કર્યો છે.

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે તેને દેશ અને સનાતન વિરુદ્ધ ગણાવ્યું અને માફીની માંગ કરી. ત્યારબાદ લોકસભાની કાર્યવાહી પણ બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવી પડી હતી. બપોરે 12 વાગ્યા પછી જ્યારે ગૃહની કાર્યવાહી ફરી શરૂ થઈ ત્યારે સેંથિલકુમારે માફી માંગી હતી. તેમણે કહ્યું કે હું મારા નિવેદન પર ખેદ વ્યક્ત કરું છું અને હું મારા શબ્દો પાછા લઉં છું.  જો કે સેંથિલના આ નિવેદનને લોકસભાના રેકોર્ડમાંથી હટાવી દેવામાં આવ્યું છે. ખરેખર વાત એમ છે કે, આ મુદ્દો દક્ષિણ V/s ઉત્તરનું સ્વરૂપ લઈ રહ્યો હતો. ભાજપે આ અંગે કોંગ્રેસને ઘેરવાનું શરૂ કરી દીધું હતું અને કહ્યું હતું કે આ ભારતીય સંસ્કૃતિ, સનાતન ધર્મ અને દેશનું અપમાન છે.

કોંગ્રેસ નેતાએ સ્પષ્ટતા કરવી પડી

આના પર કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે સ્પષ્ટતા આપતાં જણાવ્યું કે, DMKના સાંસદે જે કહ્યું તેની અમે ખરેખર નિંદા કરીએ છીએ. ગઠબંધનના ભાગીદાર નેતા જે બોલે છે તેને કોંગ્રેસ સાથે જોડી શકાય નહીં. અમે ભારત માટે ઊભા છીએ અને તમામ ધર્મોનું સન્માન પણ કરીએ છીએ. હોબાળો કરીને સંસદનું કામકાજને અટકાવવાનું અને વાસ્તવિક મુદ્દામાંથી હટાવવાનું ભાજપનું આયોજનબદ્ધ કાવતરું છે.

આ પણ વાંચો: હિન્દીભાષી રાજ્યો ગૌમૂત્ર રાજ્યો છેઃ DMKના સાંસદનો સંસદમાં બફાટ

Back to top button