ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

પૂર્વ ક્રિકેટરનું ચૂંટણી પરિણામને લઈ નિવેદન: સનાતન ધર્મના અનાદરથી નકારાત્મક પરિણામ જ આવે

Text To Speech

નવી દિલ્હી, 03 ડિસેમ્બર:  ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર વેંકટેશ પ્રસાદે ચૂંટણી પરિણામોને લઈ વિપક્ષી પાર્ટીઓ પર આકરા પ્રહારો કર્યા છે. વેંકટેશે વિપક્ષ પર નિશાન સાધતાં ‘X’ પર લખ્યું કે, સનાતન ધર્મની અવમાનના કરવાથી નકારાત્મક પરિણામો જ આવે છે. તેમણે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં બહુમત હાંસલ કરતા ભારતીય જનતા પાર્ટીને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ કહ્યું કે, આ જીત વડા પ્રધાન મોદી, ગૃહ મંત્રી અમિત શાહના અદ્ભુત નેતૃત્વ અને પાયાના સ્તરે પક્ષના કેડર દ્વારા ઉત્કૃષ્ટ કાર્યનું પ્રમાણ છે.

સનાતનના શ્રાપથી કોંગ્રેસની નૈયા ડૂબી

અગાઉ, કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કોંગ્રેસના નબળા પ્રદર્શન પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી સનાતનના શ્રાપથી તેની નૈયા ડૂબી છે. સનાતનનો વિરોધ કરતા પાર્ટીની આ દશા થઈ છે. કૃષ્ણમે કહ્યું કે, ભારત લાગણીઓનો દેશ છે. આ દેશે ક્યારેય જાતિ આધારિત રાજનીતિ સ્વીકારી નથી. કોંગ્રેસનું પ્રદર્શન સનાતનનો વિરોધ કરવા માટે અભિશાપ સાબિત થયું છે.

ઉલ્લેખનીય છે કે, સ્ટાલિને કહ્યું હતું કે સનાતન ધર્મ સામાજિક ન્યાય અને એકતાની વિરુદ્ધ છે અને તે નાબૂદ થવો જોઈએ. બાદમાં ભાજપે કહ્યું હતું કે સનાતન ધર્મ વિરુદ્ધ આ ટિપ્પણી કોંગ્રેસ પાર્ટી અને તેના નેતાઓ સોનિયા અને રાહુલ ગાંધીની વ્યૂહરચનાનો ભાગ છે.

આ પણ વાંચો: છત્તીસગઢમાં પાંચ વર્ષ બાદ કમળ ખીલશે, કોંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓ હારના આરે

Back to top button