ડિજિટલ વિવાહ: વરરાજાએ વીડિયો કોલના માધ્યમથી કન્યાની માંગ ભરી


- વર-કન્યાએ એવી રીતે લગ્ન કર્યા કે તેના વિશે જાણીને રહી જશો દંગ
HD ન્યૂઝ ડેસ્ક, 15 એપ્રિલ: સોશિયલ મીડિયાની દુનિયા ખૂબ જ વિચિત્ર છે. આ દુનિયામાં શું જોવા મળશે તેનો કોઈ અંદાજ પણ લગાવી શકતું નથી. સોશિયલ મીડિયા પર દર થોડાક દિવસે એવો વીડિયો જોવા મળે છે, જેને જોયા બાદ એક વ્યક્તિ માથું પકડીને બેસી જાય છે. ત્યારે હાલ એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં વર-કન્યા લગ્ન કરતા જોવા મળી રહ્યા છે. પરંતુ આ કોઈ સામાન્ય એવા લગ્ન નથી પરંતુ કોઈએ વિચાર્યું પણ ન હોય તેવા લગ્ન છે. લગ્નની આ રીત જાણીને તમે પણ દંગ રહી જશો.
View this post on Instagram
થોડા સમય પહેલા એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક મહિલા મેટ્રોની અંદર ભીખ માંગતી જોવા મળી હતી. તે પછી વધુ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં સ્કૂટરનો અનોખો ઉપયોગ જોઈને લોકો દંગ રહી ગયા હતા. હવે ફરી એક વીડિયો વાયરલ થયો છે જે બધાને પાછળ દે તેવી છે. આ વીડિયો તમે અત્યાર સુધી જોયેલા તમામ આશ્ચર્યજનક વીડિયોને પાછળ છોડી દે તેવો છે.
વરરાજાએ વીડિયો કોલના માધ્યમથી કર્યા લગ્ન
તમે આજ સુધી ઘણા લગ્નોમાં હાજરી આપી હશે. તમે અલગ-અલગ ધર્મોમાં અલગ-અલગ રીતે લગ્ન થતા જોયા હશે. તમે કેટલાક લોકોને કોર્ટ દ્વારા પણ લગ્ન કરતા જોયા હશે. પરંતુ શું તમે ક્યારેય કોઈને વીડિયો કોલના માધ્યમથી લગ્ન કરતા જોયા છે? સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં વરરાજા ખુરશી પર બેઠો છે અને તેની બાજુની ખુરશી પર એક ફોન છે જેમાં દુલ્હન વીડિયો કોલ દ્વારા જોડાયેલી છે. આ વીડિયોને જોઈને પહેલા તો એવું લાગે છે કે બંનેનું અફેર ચાલી રહ્યું છે, પરંતુ થોડા સમય પછી, વરરાજા વીડિયો કોલ દ્વારા દુલ્હનને સિંદૂર લગાવે છે.
આ વીડિયોને @HasnaZaruriHai નામના એકાઉન્ટથી માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતી વખતે, એકાઉન્ટ યુઝરે કેપ્શનમાં લખ્યું છે કે, ‘જો નેટવર્ક જાય છે, તો એ સમજી લેવું કે દુલ્હન ભાગી ગઈ છે.‘ વીડિયો જોયા બાદ લોકોએ હસતા ઈમોજીસ શેર કર્યા છે.
આ પણ જુઓ: ઊલટી થઈ રહી હોવાનું નાટક કરીને યુવકે જે કર્યું એ જોઈ લોકો ભડક્યા