હની સિંહને શાહરૂખે ખરેખર થપ્પડ મારી હતી? નવ વર્ષ બાદ સિંગરે કહી હકીકત
- હની સિંહને બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાને થપ્પડ મારી તે વિવાદ ખૂબ જ ચગ્યો હતો અથવા ચગાવવામાં આવ્યો હતો, હવે નવ વર્ષ બાદ જાણો સિંગરે શું ખુલાસો કર્યો છે?
HD ન્યુઝ ડેસ્કઃ યો યો હની સિંહ, એક એવું નામ જે બાળકોથી લઈને પુખ્ત વયના લોકો સુધી દરેકની જીભ પર વસી ગયું છે. એક એવું નામ જે પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને ઘણી વખત વિવાદોમાં રહ્યું છે. હવે 20 ડિસેમ્બરના રોજ નેટફ્લિક્સ પર એક ડોક્યુમેન્ટરી સિરીઝ આવી છે, જેનું નામ છે ‘યો યો હની સિંહઃ ફેમસ’. આ ડોક્યુમેન્ટ્રીમાં તેણે પોતાના જીવન સાથે જોડાયેલી ઘણી વાતોનો ખુલાસો કર્યો છે.
હની સિંહ-શાહરુખ ખાનની થપ્પડની ઘટનાનો વિવાદઃ
આમાં હની સિંહે તે ઘટના વિશે ખુલાસો કર્યો છે, જે એક સમયે મોટો વિવાદ બની ગયો હતો. વર્ષ 2013માં હની સિંહે શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ અભિનીત ફિલ્મ ચેન્નાઈ એક્સપ્રેસના ગીત લુંગી ડાન્સમાં પોતાનો અવાજ આપ્યો હતો. તેની એક પ્રમોશનલ ટુર દરમિયાન એવી અફવા ફેલાઈ હતી કે હની સિંહ અને કિંગ ખાન વચ્ચે જોરદાર વિવાદ થયો હતો અને અથડામણમાં અભિનેતાએ તેને થપ્પડ મારી દીધી હતી. હવે આ અફવાઓ પર હની સિંહે ખુલાસો કર્યો કે આવું કંઈ થયું ન હતું, અને શાહરૂખ ખાન તેને ખૂબ પ્રેમ કરે છે.
હની સિંહે અફવાઓ પર કર્યો ખુલાસો
ડોક્યુમેન્ટ્રીમાં હનીએ પોતાની માનસિક બીમારી વિશે પણ વાત કરી છે. તેણે શાહરૂખ સાથેની આ ઘટના વિશે જણાવ્યું કે તેવું પહેલી વાર બન્યું જ્યારે તેને પોતાના મગજમાં કોઈક ગરબડનો અહેસાસ થયો. હનીએ કહ્યું- હવે, નવ વર્ષ પછી, હું તમને કહી દઉં કે ખરેખર શું થયું હતું. હવે હું તમને કેમેરા પર શું કહેવા જઈ રહ્યો છું તે કોઈને ખબર નથી. મેં પણ ક્યાંકથી સાંભળ્યું હતું કે શાહરુખ ખાને મને થપ્પડ મારી છે. તે માણસ મને પ્રેમ કરે છે, તે મને ક્યારેય મારશે નહીં.
મેં મારા માથામાં મગ મારી લીધો…
હનીએ કહ્યું કે, જ્યારે તેઓ મને શો માટે શિકાગો લઈ ગયા, ત્યારે મેં કહ્યું, ‘હું પર્ફોર્મ કરવા માંગતો નથી. મને ખાતરી હતી કે તે શો દરમિયાન હું મરી જઈશ. બધાએ મને કહ્યું કે મારે તૈયાર થઈ જવું જોઈએ, પરંતુ મેં ના કહી દીધી. મારા મેનેજરે આવીને કહ્યું, ‘તમે કેમ તૈયાર નથી થઈ રહ્યા?’ મેં કહ્યું, મારે નથી જવું. હું વોશરૂમમાં ગયો, ટ્રીમર હાથમાં લીધું અને મેં મારા વાળ કાપ્યા, મેં કહ્યું, ‘હવે હું કેવી રીતે પરફોર્મ કરીશ?’ તેણે કહ્યું, ‘ટોપી પહેરો અને શો કરો’ મેં બૂમો પાડવાનું શરૂ કર્યું કે હું પર્ફોમ કરવા ઈચ્છતો નથી. ત્યાં એક કોફીનો મગ પડ્યો હતો. મેં તે ઉઠાયો અને મારા માથામાં મારી દીધો.
ડોક્યુમેન્ટ્રીમાં હનીની બહેન સ્નેહા સિંહે જણાવ્યું કે તે ઈન્સિડન્ટ વખતે તેના ભાઈએ મેસેજ કર્યો હતો કે તે સારું અનુભવી રહ્યો નથી. અમે તેને ભારત પરત બોલાવવા ઈચ્છતા હતા. તે સમયે હની સિંહના માથા પર ઈજાના નિશાન પણ દેખાતા હતા અને તેના કારણે કોન્ટ્રોવર્સીને હવા મળી ગઈ.
આ પણ વાંચોઃ પુષ્પા 2એ ઈતિહાસ રચ્યો, 1000 કરોડ પાર કરનારી બીજી ભારતીય ફિલ્મ બની
આ પણ વાંચોઃ ;સિંઘમ અગેઈન આખરે OTT પર થઈ રિલીઝ, જુઓ ક્યાં જોઈ શકશો?
આ પણ વાંચોઃ Look Back 2024: અનંત રાધિકાના લગ્નથી રતન ટાટાનું નિધન, જાણો આ વર્ષે ગૂગલ પર સૌથી વધુ સર્ચ શું થયું?
HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ