આલિયા,દીપિકા અને એશ્વર્યાએ શું ક્રેડિટ કાર્ડ લઈને લાખોની છેતરપિંડી કરી ? જાણો શું છે ફિલ્મી ફ્રોડ
ચોરી-લુટ કરવાની રીત હવે બદલાઈ છે. આજના ટેકનોલોજીના યુગમાં સાયબર ક્રાઈમનું પ્રમાણ વધ્યું છે. રોજબેરોજ અસંખ્ય લોકો સાયબર ક્રાઈમ સાઈબર ફ્રોડનો ભોગ બને છે. સામાન્ય લોકોતો અનો ભોગ બને જ છે પરંતુ સેલિબ્રિટીઝ પણ આનો ભોગ બન્યા છે. તાજેતરમાં સાયબર સેલે બોલિવૂડ સેલિબ્રિટીઝના નામે નકલી ક્રેડિટ કાર્ડ દ્વારા છેતરપિંડી કરતી એક ગેંગની ધરપકડ કરી છે. આ ગેંગના લોકોએ છેલ્લા 2 વર્ષમાં 90 લાખથી વધુની છેતરપિંડી કરી છે. જાણીએ સમગ્ર વિગત.
બોલિવૂડ અને સ્પોર્ટ્સ સેલિબ્રિટીઓના નામે ક્રેડિટ કાર્ડ બનાવીને લાખોની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. સાયબર સેલે એક એવી ગેંગનો પર્દાફાશ કર્યો છે કે જે ફિલ્મ સ્ટાર્સના નામે નકલી ક્રેડિટ કાર્ડ બનાવી બેંકોને લાખો રૂપિયાની છેતરપિંડી કરતી હતી. જેમાં આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ, ઐશ્વર્યા રાય, શિલ્પા શેટ્ટી અને સોનમ કપૂર સહિત કુલ 98 જેટલી સેલિબ્રિટીના નામ સામેલ છે. આ ગેંગે અત્યાર સુધીમાં 90 લાખથી વધુની છેતરપિંડી કરી છે.
આ પણ વાંચો : આખરે કોના માટે આદિત્ય ચોપરા કહ્યું, અમે તેને સ્ટાર ન બનાવી શક્યા !
આલિયા, દીપિકા અને ઐશ્વર્યાના નામે છેતરપિંડી
આ છેતરપિંડીમાં સેલિબ્રિટીઝ આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ, ઐશ્વર્યા રાય બચ્ચન, એમએસ ધોની, અભિષેક બચ્ચન, સોનમ કપૂર, સચિન તેંડુલકર, સૈફ અલી ખાન, હૃતિક રોશન, શિલ્પા શેટ્ટી અને અન્ય ઘણા લોકોનો સમાવેશ થાય છે. આ હાઈપ્રોફાઈલ સેલિબ્રિટીઓના નામે સાઈબર ફ્રોડ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : જાણો ઓનલાઈન ફ્રોડના શિકાર થયા બાદ કેવી રીત કરશો ફરિયાદ…
નકલી પાન-આધાર કાર્ડ બનાવી ફ્રોડ કર્યું
આ સેલિબ્રિટીઓના નામ પર આધાર કાર્ડ, પાન કાર્ડ અને અન્ય નકલી દસ્તાવેજો બનાવવામાં આવ્યા હતા, ત્યાર બાદ સમગ્ર ખેલને અંજામ આપવામાં આવ્યો હતો. આ ગેંગ સેલિબ્રિટીઝના નામે અલગ-અલગ બેંકોમાંથી લોન લેતા હતા અને ક્રેડિટ કાર્ડ બનાવીને છેતરપિંડી કરતા હતા.
ગેંગે 21.31 લાખની છેતરપિંડી કરી
પોલીસના જણાવ્યા અનુસાર, 23 ફેબ્રુઆરીના રોજ, પુણેની M/s FPL ટેક્નોલોજી પ્રાઈવેટ લિમિટેડના પ્રતિનિધિ શેખાવતે આ સંદર્ભે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે એક કંપની વર્ચ્યુઅલ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ બનાવે છે. નકલી પાન કાર્ડ અને આધાર કાર્ડનો ઉપયોગ કરીને ક્રેડિટ કાર્ડ બનાવી સેલિબ્રિટીની કંપની સાથે 21.31 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે.
આ પણ વાંચો : સાયબર ક્રાઈમમાં સતત વધારો, જાણો કયા કયા પ્રકારે થઈ રહી છે ઠગાઈ
2 વર્ષમાં 90 લાખથી વધુની છેતરપિંડી
આ છેતરપિંડીના કેસમાં પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ પૈકી એકે બી.ટેક. તેમની પાસેથી 25 નકલી આધાર કાર્ડ, 40 ક્રેડિટ કાર્ડ, દસ મોબાઈલ, એક લેપટોપ, 42 સિમ કાર્ડ, 34 નકલી પાન કાર્ડ સહિત પાંચ ચેકબુક મળી આવી છે. આ લોકોએ છેલ્લા 2 વર્ષમાં લગભગ 90 લાખની છેતરપિંડી કરી છે.