ગુજરાતસાયન્સ એન્ડ ટેકનોલોજી

સાયબર ક્રાઈમમાં સતત વધારો, જાણો કયા કયા પ્રકારે થઈ રહી છે ઠગાઈ

Text To Speech

દેશમાં સાયબર ક્રાઈમમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. લોભ્યાઓના કારણે જ ધુતારા સફળ થઈ રહ્યા છે. પોલીસ લોકોની ફરિયાદ કે અરજી લઈને આરોપીઓ પકડે છે. અનેક કાર્યક્રમો કરે છે છતાંય લોકો આ ઠગબાજોનો ભોગ બને છે. આજના ટેકનોલોજીના વિકસતા જતા યુગમાં ગુનાઓ પણ હાઇ-ફાઇ બની રહ્યા છે. ત્યારે સાયબર ક્રાઈમ કેવી રીતે થાય છે તેના વિશે વધુ જાણો…

 

સોશિયલ મીડિયા સંબધિત ફ્રોડ વિશે જાણોઃ આજકાલ લોકો Social Media નો ભરપુર ઉપયોગ કરી રહ્યા છે. કોઇ વેપાર માટે તો કોઇ મનોરંજન માટે, કોઇ ગપશપ કરવા માટે તો કોઇ નવા નવા મિત્રો બનાવવા માટે WhatsApp, Facebook, Instagram, Twitter, YouTube જેવી એપ્લીકેશન વડે સતત એકબીજાના સંપર્કમાં રહેતા હોય છે. પરંતુ અહીં પણ તમારી સાથે છેતરપીંડી કરવા માટે ઘણા અસામાજીક સાયબર તત્વો તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. જેમ કે,

 • Social Media પર અન્ય વ્યક્તિના નામે Fake પ્રોફાઇલ બનાવવીી
 • Social Media પર અન્ય વ્યક્તિના પ્રોફાઇલ પેજ હેક કરવાા
 • અન્ય કોઇ વ્યકિતના ફોટો કે વિડીયો બિનઅધિકૃત રીતે અપલોડ કરવા
 • અન્ય કોઇ વ્યકિત વિશે અપશબ્દોનો ઉપયોગ
 • બિભત્સ ભાષા, સાહિત્ય કે પોર્નોગ્રાફી
 • સાયબર બુલિંગ
 • Fake News કે ખોટી અફવા ફેલાવવી
 • ધર્મ, જાતિ, ભાષા કે પ્રાંતને નિશાન બનાવી અન્યની લાગણીને ઠેસ પહોંચાડવી તેમજ તે પ્રકારની માહિતી, ફોટા કે વિડીયો અપલોડ કરવા, ટેગ અથવા શેર કરવુ પણ ગંભીર ગુનો બને છે
 •  પહેલાંના સમયમાં હાથમાં છરી જેવા હથિયાર લઇને અસામાજીક તત્વો લૂંટ ચલાવતા પરંતુ હવે તમારા ડેબીટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડમાં આયોજનપુર્વક OTP (વન ટાઇમ પાસવર્ડ)ના માધ્યમથી લાખો-કરોડો રૂપિયાની ઉઠાંતરીના કિસ્સાઓ સામે આવ્યા છે. નાગરિકોને ફોન ઉપર બેંક મેનેજર,કર્મચારી કે RBI ના અધિકારી હોવાની નકલી ઓળખ આપીને વિશ્વાસ કેળવી તેમના મોબાઇલ ફોન પર આવેલા OTP ઉપરાંત ડેબીટ, ક્રેડીટ કાર્ડ જેવી મહત્વપુર્ણ માહિતી મેળવી નાગરિકોના ખાતામાંથી માતબર રકમ ઉપાડી લેવામાં આવે છે.
 • નોકરી સંબંધી લાલચ આપીને છેતરપીંડી આચરવીએ સૌથી સરળ અને સંખ્યાબંધ લોકોને છેતરવાનો સાયબર અપરાધીઓનો ધિકતો ધંધો છે. સામાન્ય રીતે નાગરિકો નોકરી મેળવવા માટે અલગ અલગ વેબસાઇટ ઉપર એપ્લાય કરતા હોય છે, આવા લોકોની માહિતી યેનકેન પ્રકારે મેળવીને નોકરી મેળવવા ઇચ્છતા લોકોનો ફોન કે ઇમેલ દ્વારા સંપર્ક કરીને સાયબર અપરાધીઓ તેમનો વિશ્વાસ કેળવીને જુદી-જુદી પ્રોસેસીંગ ફી ના બહાના હેઠળ પૈસા પડાવીને વ્યક્તિને આર્થિક નુકશાન પહોંચાડવા જેવા ગુનાહિત કૃત્યો આચરતા હોય છે.
 • લગ્ન માટે જીવનસાથી શોધતા સાયબર અપરાધીઓનો ભેટો થઇ જાય તેવા સંખ્યાબંધ કિસ્સાઓ સામે આવ્યા છે. મંગલમય લગ્ન જીવનના સપના જોતા ઘણા લોકો સાથે વર/કન્યાના નામે છેતરપીંડીની ઘટનાઓ બની છે. ઓનલાઇન મેટ્રીમોનીયલ વેબસાઇટ ઉપર પુરૂષ કે સ્ત્રી જ્યારે રજીસ્ટ્રેશન કરાવે ત્યારે તેમને સપનેય ખ્યાલ નથી હોતો કે સાયબર ક્રિમીનલ પણ આવી જ વેબસાઇટ ઉપર શિકાર શોધી રહ્યો છે. મોટા ભાગના કિસ્સાઓમાં તમારી બધી જ વિગતો મેળવીને વિશ્વાસ કેળવી બનાવટી વાતો અને નકલી ઓળખાણ આપી તમને આર્થિક નુકશાન પહોંચાડવા માટે થતી પ્રવૃત્તિ એટલે મેટ્રીમોનીયલ ફ્રોડ.
 • લોન શબ્દ સાંભળતાં જ બેંક યાદ આવે ને? પણ અહીંયા તો તમારી લોન (નાણા) ની જરૂરીયાત વિશે ચોક્કસ માહિતી મેળવીને તમારા ખિસ્સા અને બેંક બેલેન્સમાંથી લોન ફ્રોડ કરતા સાયબર ક્રીમીનલ્સ કાર્યરત હોય છે. તમારી બેંક અંગેની ઇન્કવાયરી અને ડેટાનો ગેરકાયદે હાથવગે કરીને, તમારા મોબાઇલ ફોન પર બેંક અધિકારીની બનાવટી ઓળખ આપીને લોન ઉપરાંત લોભામણી લાલચ આપી તમને ફસાવવાનું આબાદ છટકુ ગોઠવવામાં આવે છે.આ પ્રકારના ફ્રોડમાં સામેવાળી વ્યક્તિ ભોગ બનનારને જુદી-જુદી બેંકમાંથી લોન આપવાના બહાને રજીસ્ટ્રેશન, પ્રોસેસ ફી, ટેક્સ, GST વિગેરે માટે ચાર્જ પેટે નાણાં મેળવી લોન નહી આપીને ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોય છે.
 • ઠગાઈના આ પ્રકારના કિસ્સા વધી રહ્યા છે
  – ક્રેડિટ કાર્ડના પોઇન્ટ વધારવા ઠગબાજો ફોન કરીને પૈસા ચાઉં કરે છે.
  – ડિસ્કાઉન્ટ કે અન્ય લોભામણી સ્કીમ આપી કાર્ડ નંબર માગી ઠગાઈ કરાય છે.
  – સર્વેલન્સ માલવેર નામના સાયબર ક્રાઇમ પણ થાય છે, જેમાં અજાણી લિંક પર ક્લિક કરવાથી જ લોકોના પૈસા ઠગબાજો મેળવી લે છે
  – એક્સ આર્મી મેનના નામે વાહન વેચવાની ઓફર મુકી ઠગાઈનું બજાર ચાલે છે.
 • સાયબર ક્રાઈમથી બચવાનો સૌથી સરળ ઉપાય એજ છે કે કોઈ પણ પ્રકારની લોભ, લાલચથી દૂર રહો.
Back to top button