ધનુષની ‘રાયન’એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ, પોતાની જ ફિલ્મનો રેકોર્ડ તોડ્યો
મુંબઈ, 28 જુલાઈ : સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર ધનુષની જબરદસ્ત એક્શન ફિલ્મ ‘રાયન‘ સિનેમાઘરોમાં રિલીઝ થતાની સાથે જ ચર્ચામાં આવી ગઈ છે. આ ફિલ્મને લઈને લોકોમાં ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી. 100 કરોડના બજેટમાં બનેલી સાઉથની આ ફિલ્મમાં ધનુષે ફરી એકવાર પોતાના ખતરનાક એક્શન અવતારથી ચાહકોનું દિલ જીતી લીધું છે. એક દિગ્દર્શક અને મુખ્ય અભિનેતા તરીકે, ધનુષે ફરી એકવાર બોક્સ ઓફિસ પર પ્રભુત્વ જમાવ્યું છે. ફિલ્મને દર્શકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ દરમિયાન ફિલ્મ ‘રાયન’ના બીજા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન પણ સામે આવ્યું છે. બીજા દિવસે ધનુષે પોતાની જ બીજી ફિલ્મનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
આ પણ વાંચો : ઓલિમ્પિક : પીવી સિંધુએ એકતરફી જીત સાથે કરી શરૂઆત, રમિતા જિંદાલે પણ રચ્યો ઈતિહાસ
માત્ર બે દિવસમાં ફિલ્મે 30 કરોડ રૂપિયાની કરી કમાણી
ધનુષની એક્શન ડ્રામા ફિલ્મ ‘રાયન’ એ રોમાન્સ, એક્શન અને સસ્પેન્સને એકસાથે ખૂબ જ સારી રીતે દર્શકો સામે રજૂ કર્યા છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ અભિનેતા દ્વારા નિર્દેશિત બીજી સુપરહિટ ફિલ્મોમાંથી એક છે. ફિલ્મની વાર્તા, તેના સીન્સ અને તેની મજબૂત સ્ટાર કાસ્ટની પણ સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે. ફિલ્મ ‘રાયન’ એ પહેલા દિવસે અને બીજા દિવસે પણ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે. ‘રાયન’એ પહેલા દિવસે 13 કરોડથી વધુની કમાણી કરી હતી. સકનિલ્કના રિપોર્ટ અનુસાર, ધનુષની ફિલ્મે બીજા દિવસે 14 કરોડથી વધુનું કલેક્શન કર્યું છે. હવે માત્ર બે દિવસમાં ફિલ્મે 30 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.
ધનુષે પોતાની જ ફિલ્મનો રેકોર્ડ તોડ્યો
તમને જણાવી દઈએ કે રજનીકાંતના જમાઈ ધનુષે બીજા દિવસે પોતાની જ ફિલ્મનો રેકોર્ડ તોડ્યો છે. હા, ‘રાયન’એ ‘કેપ્ટન મિલર’ને બોક્સ ઓફિસ બિઝનેસમાં પાછળ છોડી દીધી છે. ‘કેપ્ટન મિલર’ આ વર્ષે 12 જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી. ‘કેપ્ટન મિલર’એ બે દિવસમાં માત્ર 20 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ધનુષે 2024માં બે હિટ ફિલ્મો આપી છે.
ફિલ્મનું સંગીત એઆર રહેમાને આપ્યું છે
ફિલ્મ ‘રાયન’માં ધનુષ ઉપરાંત એસજે સૂર્યા, પ્રકાશ રાજ, સેલવારાઘવન, સંદીપ કિશન, કાલિદાસ જયરામ, દુશારા વિજયન, અપર્ણા બાલામુરલી, વરલક્ષ્મી સરથકુમાર અને સરવણન પણ મુખ્ય ભૂમિકામાં છે. તમને જણાવી દઈએ કે ‘રાયન’ની વાર્તા એક ગેંગસ્ટર પર આધારિત છે. ખાસ વાત એ છે કે ફિલ્મનું સંગીત એઆર રહેમાને આપ્યું છે.
આ પણ વાંચો : ‘વિસ્તારને પૂરગ્રસ્ત જાહેર કરાય તો જ મળશે કેન્દ્રીય સહાય ‘, નવો કાયદો લાવવાની તૈયારી