ટ્રાવેલટ્રેન્ડિંગનેશનલ

વિદેશ જવાની ઘેલછા! 24 વર્ષનો છોકરો 67 વર્ષનો વૃદ્ધ થઈને ગયો અને પછી…

  • કેનેડા જવાનો કરી રહ્યો હતો પ્રયાસ 

નવી દિલ્હી, 20 જૂન, ગુજરાતના યુવકોને વિદેશ જવાની ઘેલછા એવી લાગી છે કે ગુનો કરતા થઇ ગયા છે. વધુ એક વખત ગેરકાનૂની તરીકે વિદેશ જતાં યુવકની અટકાયત કરવામાં આવી છે. વેશ બદલીને દેશ છોડવાનો પ્રયાસ કરી રહેલા એક વ્યક્તિની દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિ 67 વર્ષનો વ્યક્તિ બનીને કેનેડા જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે તે માત્ર 24 વર્ષનો હતો. CISF એ વ્યક્તિની પ્રોફાઇલિંગના આધારે ધરપકડ કરી છે.

ઘણા લોકો દિલ્હી એરપોર્ટ પર તપાસ અધિકારીઓને મૂર્ખ બનાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ અધિકારીઓ ઘણીવાર આવા લોકોની ઓળખ કરી નાખે છે. આવો જ એક કિસ્સો દિલ્હી એરપોર્ટ પરથી સામે આવ્યો છે, જ્યાં એક વ્યક્તિએ વિદેશ જવા માટે પોતાનો વેશ એવો બદલ્યો કે CISFના જવાનો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGI) પર સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF) દ્વારા 24 વર્ષના છોકરાની ધરપકડ કરવામાં આવી છે. આ યુવક 67 વર્ષીય વ્યક્તિના પાસપોર્ટ પર કેનેડા જઈ રહ્યો હતો. જોકે, એરપોર્ટ પરના સુરક્ષા કર્મચારીઓને તેના પર શંકા ગઈ હતી. આ પછી તેને અટકાવવામાં આવ્યો અને તપાસમાં જાણવા મળ્યું કે તે એક અલગ વ્યક્તિ છે.

શંકા વધતાં ચેકિંગ પોઇન્ટ પર થઈ તપાસ

18 જૂનના રોજ, પ્રોફાઇલિંગ અને વર્તનની તપાસના આધારે, CISFએ એક વ્યક્તિને ટર્મિનલ-3 પર તપાસ અને પૂછપરછ માટે રોક્યો હતો. શરૂઆતમાં, જ્યારે તે વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે તેની ઓળખ રશવિન્દર સિંહ સહોતા તરીકે જાહેર કરી,જેનો જન્મ 10 ફેબ્રુઆરી, 1957 ના રોજ થયો હતો, અને કહ્યું કે તે રાત્રે 10.50 વાગ્યે એર કેનેડાની ફ્લાઈટમાં કેનેડા જઈ રહ્યો હતો.” પરંતુ સૈનિકોને શંકા ગઈ કારણ કે તે વ્યક્તિ પાસપોર્ટમાં આપેલી વિગતો સાથે મેચ થતી ન હતી અને “તેનો દેખાવ, અવાજ અને ત્વચાની રચના પાસપોર્ટમાં આપવામાં આવેલા વર્ણન કરતાં ઘણી નાની દેખાતી હતી,” અધિકારીએ જણાવ્યું કે, તેણે તેના વાળ અને દાઢીને સફેદ રંગથી રંગ્યા હતા અને વૃદ્ધ દેખાવા માટે ચશ્મા પહેર્યા હતા. ” તેના પર શંકા વધી જતાં, તેને સંપૂર્ણ શોધ માટે પ્રસ્થાન વિસ્તારમાં એક ચેકિંગ પોઇન્ટ પર લઈ જવામાં આવ્યો હતો. તેના મોબાઈલ ફોનની તપાસ દરમિયાન 10 જૂન, 2000ના રોજ જન્મેલા ગુરુ સેવક સિંહના નામના અન્ય પાસપોર્ટની સોફ્ટ કોપી મળી આવી હતી. “વધુ પૂછપરછ પર, મુસાફરે કબૂલ્યું કે તેનું અસલી નામ ગુરુ સેવક સિંહ છે અને તે 24 વર્ષનો છે, સહોતાના નામથી જારી કરાયેલ પાસપોર્ટ પર મુસાફરી કરી રહ્યો છે,” અધિકારીએ કહ્યું. આ કેસમાં નકલી પાસપોર્ટ અને નકલી ઓળખ સામેલ હોવાથી પેસેન્જરને દિલ્હી પોલીસને સોંપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો..હરિદ્વારમાં યુટ્યુબર બીયરનું કરી રહ્યો હતો વિતરણ, વીડિયો વાયરલ થતા પોલીસની કડક કાર્યવાહી

Back to top button