વંદેભારત ટ્રેનથી દિલ્હી-જયપુરની સફર માત્ર બે કલાકમાં જ અને એ પણ આટલી સસ્તી!
જયપુર રાજસ્થાનની રાજધાની છે, જેને દેશના ફેમસ ટુરિસ્ટ ડેસ્ટિનેશના રૂપમાં ઓળખવામાં આવે છે. જો તમે ક્યારેય દિલ્હીથી બાય રોડ જયપુર ગયા હશો તો ખ્યાલ હશે કે ટ્રાફિકવાળા રસ્તાઓ પર એક શહેરમાંથી બીજા શહેરમાં જવામાં કેટલો સમય લાગી જાય છે. દિલ્હીથી ગુલાબી નગરી જયપુર પહોંચતા 5થી 6 કલાકનો સમય લાગે છે અને ટ્રિપની મજા પણ લઇ શકાતી નથી.
હવે તમારી સફર ઓછા સમયમાં પુરી થઇ શકશે. દિલ્હી-જયપુર રુટ પર વંદેભારત એક્સપ્રેસ ટ્રેનની શરૂઆત એપ્રિલમાં જ શરુ થઇ જશે. આવા સંજોગોમાં યાત્રીઓ સેમિ હાઇસ્પીડ શરુ થયા બાદ બંને શહેરોની વચ્ચેની યાત્રા અડઘા સમયમાં પુરી થઇ શકશે.
એપ્રિલમાં શરુ કરાશે આ ટ્રેન
દેશના ઘણા મોટા શહેરોમાં વંદેભારત શરુ કરી દેવાઇ છે અને હવે આ લિસ્ટમાં જયપુર શહેરનું નામ પણ જોડાઇ ચુક્યુ છે. દિલ્હીથી જયપુર માટેની આ ટ્રેન એપ્રિલના મધ્યમાં શરુ કરાશે.
સાવ ઓછુ હશે ભાડુ
ભારતીય રેલ્વેએ દિલ્હીથી જયપુર આવનારી વંદે ભારત એક્સપ્રેસ માટે ખુબ જ સસ્તુ ભાડુ રાખ્યુ છે. જો તમે ફેમિલી સાથે કે મિત્રો સાથે જવાનું પ્લાનિંગ કરી રહ્યા હો તો સસ્તામાં ટ્રેનની યાત્રા કરી શકશો. વંદે ભારતમાં ચેર કારનું ભાડુ 850થી 950ની વચ્ચે રહેશે, જ્યારે એક્ઝીક્યુટિવ ક્લાસનું ભાડુ 1600થી 1700ની વચ્ચે રહેશે.
વંદેભારત ટ્રેનની આ છે ખાસિયત
આ એક સેમિ હાઇ સ્પીડ ટ્રેન છે. તે હાલમાં 160 કિમી પ્રતિ કલાકની ગતિથી દોડે છે. આવનારા સમયમાં તેની સ્પીડ 200 કિમી પ્રતિ કલાકની હોઇ શકે છે. તેમાં ઓટોમેટિક દરવાજા, સીસીટીવી કેમેરા, વેક્યુમ ટોઇલેટ, પાવર બેકઅપ, જીપીએસ જેવી ઘણી મોર્ડન ટેકનોલોજી છે. આ ટ્રેનમાં 180 ડિગ્રીએ રોટેડ થતી ચેર પણ લગાવાઇ છે.
આ પણ વાંચોઃ માણેકચોક બજારને લઈને મોટા સમાચાર, આ દિવસથી મળશે ટેબલ-ખુરશી