દિલ્હીની તિહાર જેલમાંથી આતંકીઓની કબરો દૂર કરવા માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો હાઈકોર્ટનો ઇનકાર
નવી દિલ્હીઃ 25 સપ્ટેમ્બર, 2025: Delhi High Court: દિલ્હી હાઈકોર્ટે તિહાર જેલમાંથી આતંકી અફઝલ ગુરુ અને મકબુલ ભટ્ટની કબરો દૂર કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઈનકાર કર્યો છે. હાઈકોર્ટે અરજદારને જણાવ્યું હતું કે, ‘આ કબરો દ્વારા કયા મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અને કયા કાયદાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે.’
હાઇકોર્ટે ફગાવી અરજી
હાઈકોર્ટે જણાવ્યું હતું કે, ‘જાહેર હિતની અરજી કોઈની ઇચ્છા પર સુનાવણી કરી શકતી નથી.’ અરજદારના વકીલે દલીલ કરી હતી કે, ‘આતંકી સમુદાયના કેટલાક સભ્યો જેલમાં જવા માટે ગુના કરે છે જેથી તેઓ તિહારમાં તેમની કબરો પર શ્રદ્ધાંજલિ આપી શકે.’
જેલમાં દફનાવવા અંગે સવાલો
અરજદારના વકીલે દલીલ કરી હતી કે, ‘મૃત્યુદંડની સજા પામેલા કેદીને જેલમાં દફનાવવા માટે કોઈ જોગવાઈ નથી.’ હાઈકોર્ટે જવાબ આપ્યો કે, ‘આ ઘટના 2013માં બની હતી અને હવે 12 વર્ષ વીતી ગયા છે. વ્યક્તિના અંતિમ સંસ્કારનું સન્માન કરવું જોઈએ. સરકારે આ નિર્ણય લેતા પહેલા આ મુદ્દાઓ ધ્યાનમાં લીધા હશે. કબરો અધિકારીઓની સંમતિથી બનાવવામાં આવી હતી. જેલ એ જાહેર સ્થળ નથી, પરંતુ ગુનેગારોને કેદ કરવાના હેતુથી બનાવવામાં આવેલી રાજ્ય માલિકીની સુવિધા છે.’
ઉલ્લેખનીય છે કે, અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, આ કબરોની હાજરીએ તિહાર સેન્ટ્રલ જેલને કટ્ટરપંથી તીર્થસ્થાનમાં ફેરવી દીધી છે, જ્યાં ઉગ્રવાદી તત્ત્વો દોષિત આતંકીઓનો મહિમા કરવા માટે ભેગા થાય છે.
આ પણ વાંચોઃ સંજૂ સેમસન બાંગ્લાદેશ સામે બેટિંગ માટે કેમ ન ઉતર્યો? વારંવારના એક્સપેરિમેન્ટનો શિકાર
આ પણ વાંચોઃ અડાલજ લૂંટ વિથ મર્ડર કેસમાં સાઈકો કિલરનું એન્કાઉન્ટર કેવી રીતે થયું? જાણો ઘટનાક્રમ












