ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મનીષ સિસોદિયા બીમાર પત્નીને મળી શકશે, દિલ્હીની કોર્ટે મંજૂરી આપી

Text To Speech
  • તાજેતરમાં સુપ્રીમ કોર્ટે સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી હતી
  • અગાઉની જામીન અરજી હાઈકોર્ટ તેમજ ટ્રાયલ કોર્ટે ફગાવી દીધી હતી
  • જૂનમાં હાઈકોર્ટે તેમને કસ્ટડીમાં પત્નીને મળવાની મંજૂરી આપી હતી

નવી દિલ્હીઃ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને (manish sisodia) તેમની બીમાર પત્નીને મળવાની મંજૂરી આપી છે. અહેવાલો અનુસાર, કોર્ટે મનીષ સિસોદિયાને શનિવારે સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી તેમની પત્નીને મળવાની મંજૂરી આપી છે. પરંતુ આ મુલાકાત દરમિયાન મનીષ સિસોદિયા મીડિયા સાથે વાત કરી શકશે નહી.

રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાને મીડિયા સાથે વાત ન કરવાની અને રાજકીય ભાગીદારી ન કરવાની શરતે મળવાની પરવાનગી આપી છે. મનીષ સિસોદિયાએ પાંચ દિવસ સુધી તેમની બીમાર પત્નીને મળવાની પરવાનગી માંગતી અરજી દાખલ કરી હતી. વિશેષ ન્યાયાધીશ એમકે નાગપાલે આજે સિસોદિયાની અરજી પર સુનાવણી કરી હતી.

સુપ્રીમ કોર્ટે જામીન અરજી ફગાવી હતી

પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા હાલમાં દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં જેલમાં છે. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ (excise policy, Delhi) સંબંધિત ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગના (money laundering) કેસમાં તેમને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. મનીષ સિસોદિયા મની લોન્ડરિંગ કેસમાં પણ આરોપી છે. કોર્ટ દિલ્હી એક્સાઈઝ પોલિસી સંબંધિત સીબીઆઈ અને EDના કેસોની સુનાવણી કરી રહી છે. બંને કેસમાં સિસોદિયા અને અન્ય આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં AAP સાંસદ સંજય સિંહની પણ ધરપકડ કરવામાં આવી છે. તે ન્યાયિક કસ્ટડીમાં છે અને સિસોદિયાને શુક્રવારે સંબંધિત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ કેસમાં EDએ 9 માર્ચે સિસોદિયાની ધરપકડ કરી હતી. આ પહેલા સીબીઆઈ દ્વારા 26 ફેબ્રુઆરીએ તેમની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો, વડોદરામાં જન્મ દિવસની ઉજવણીમાં દારૂના નશામાં ચકચૂર બનેલા નબીરાઓનો પોલીસે નશો ઉતાર્યો

Back to top button