ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન વચ્ચે રક્ષા મંત્રી રાજૌરીની મુલાકાતે, 5 જવાનો શહીદ

રક્ષા મંત્રી રાજનાથ સિંહ રાજૌરીની મુલાકાતે છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ જમ્મુ અને કાશ્મીરના રાજૌરીની મુલાકાતે છે. રક્ષા મંત્રી વરિષ્ઠ સેના કમાન્ડરો અને સંરક્ષણ અધિકારીઓ પાસેથી રાજૌરી વિસ્તારમાં આતંકવાદીઓ વિરુદ્ધ ચાલી રહેલા ઓપરેશનની સંપૂર્ણ માહિતી લેશે. આ સાથે તેઓ શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ પણ આપશે. એક દિવસ પહેલા જ આ સ્થળે આતંકવાદીઓએ કરેલા ઓચિંતા હુમલામાં 5 જવાન શહીદ થયા હતા. હાલમાં પણ એન્કાઉન્ટર ચાલુ છે.

આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે અથડામણમાં 5 જવાન શહીદ, ‘ઓપરેશન ત્રિનેત્ર’ ચાલુ

સેનાના ઉત્તરી કમાન્ડના પ્રવક્તાએ કહ્યું કે જ્યારે આતંકવાદીઓનો મુકાબલો થયો ત્યારે ફરી એકવાર ગોળીબાર શરૂ થયો. ચાલો જાણીએ આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધી શું થયું છે.

આતંકી હુમલા બાદ શું થયું ?

  • હાલમાં પણ આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન ચાલુ છે. આર્મીના નોર્ધન કમાન્ડના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી ગ્રાઉન્ડ ઝીરો પર હાજર છે. ગ્રાઉન્ડ કમાન્ડરોએ તેમને ઓપરેશન વિશે જાણકારી આપી છે.
  • સેનાએ પૂંચમાં આર્મી ટ્રક પર હુમલા માટે જવાબદાર આતંકવાદીઓને ખતમ કરવા માટે ઓપરેશન શરૂ કર્યું હતું. પુંછમાં આતંકી હુમલામાં પાંચ જવાન શહીદ થયા હતા. સેનાને ઈનપુટ મળ્યા હતા કે પૂંચ હુમલા માટે જવાબદાર આતંકવાદીઓ કાંડીના જંગલોમાં છુપાયેલા છે. આ પછી સેનાએ વિશેષ ઓપરેશન શરૂ કર્યું.
  • સુરક્ષા દળોને એક ગુફામાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. આતંકવાદીઓ સ્થળ પરથી ભાગી ન જાય તે માટે વધારાના CRPF અને આર્મીના જવાનોને વિસ્તારને ઘેરી લેવા માટે બોલાવવામાં આવ્યા હતા.
  • ડ્રોન અને સ્નિફર ડોગને પણ બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ સૈનિકોએ ગુફાના ઠેકાણા પર મોર્ટાર અને ગ્રેનેડથી હુમલો કર્યો. સુરક્ષા દળો આગળ વધી રહ્યા હતા, ત્યારે આતંકવાદીઓએ અગાઉ પ્લાન્ટ કરાયેલા વિસ્ફોટકોને વિસ્ફોટ કર્યો હતો.
  • હુમલામાં બે જવાન ઘટનાસ્થળે જ શહીદ થયા હતા, ત્રણ ઘાયલ જવાનોનું હોસ્પિટલમાં મોત થયું હતું. આ ઘટનામાં એક મેજર ઘાયલ થયો છે.
  • આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સહયોગી પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટ (PAFF)એ હુમલાની જવાબદારી સ્વીકારી છે.
  • ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં સવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. જેમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર કર્યો છે.
  • બારામુલ્લાના વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળતાં પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત ટીમે વિસ્તારને ઘેરી લીધો હતો. જ્યારે સુરક્ષાદળોએ આતંકીઓને આત્મસમર્પણ કરવાનું કહ્યું તો તેઓએ ફાયરિંગ શરૂ કરી દીધું.
  • બારામુલ્લાના ASP અમોદ અશોક નાગપુરેએ જણાવ્યું હતું કે માર્યો ગયો આતંકવાદી દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાનો વતની હતો અને લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલો હતો.
  • માર્યા ગયેલા આતંકવાદી પાસેથી એક એકે 56 રાઈફલ, 4એકે 56 મેગેઝિન, 56 રાઉન્ડ ગોળીઓ મળી આવી છે. આ સાથે 9 એમએમની પિસ્તોલ, 2 ગ્રેનેડ, એક દારૂગોળાની બેગ પણ મળી આવી છે.
Back to top button