બ્રેકઅપ બાદ પણ રણબીરને પ્રેમ કરતી હતી દીપિકા, શું કહ્યું અભિનેતાએ?
- દીપિકાએ માન્યું હતું કે તે બ્રેકઅપ થયા પછી પણ રણબીરને પ્રેમ કરે છે. બીજી તરફ રણબીરે કહ્યું હતું કે દીપિકાને તે પોતાના પરિવારના સભ્યની જેમ પ્રેમ કરે છે
31 મે, મુંબઈઃ દીપિકા પાદુકોણ અને રણબીર કપૂરે બ્રેકઅપ બાદ ‘યે જવાની હે દીવાની’માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મની રીલીઝને 11 વર્ષ થઈ ચૂક્યા છે. 31 મે, 2013ના રોજ રીલીઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. 75 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે ભારતમાં 188.57 કરોડ રૂપિયાનો અને વર્લ્ડવાઈડ 318 કરોડની કમાણી કરી હતી. ફિલ્મના પ્રમોશન સમયે દીપિકાએ આપેલા ઈન્ટરવ્યૂમાં એક વાત જણાવી હતી.
દીપિકાને પરિવારની સભ્ય માને છે રણબીર
‘યે જવાની હે દીવાની’ વખતે એક ઈન્ટરવ્યૂમાં દીપિકાએ માન્યું હતું કે તે બ્રેકઅપ થયા પછી પણ રણબીરને પ્રેમ કરે છે. બીજી તરફ રણબીરે કહ્યું હતું કે દીપિકાને તે પોતાના પરિવારના સભ્યની જેમ પ્રેમ કરે છે.
બ્રેકઅપ બાદ પણ પ્રેમ વિશે શું કહ્યું હતું દીપિકાએ?
એક ઈન્ટરવ્યૂમાં દીપિકાને પૂછવામાં આવ્યું હતું કે શું તે રણબીરને પ્રેમ કરે છે, ત્યારે દીપિકાએ કહ્યું હતું કે હા, હું કરું છું. તે એવો વ્યક્તિ છે જેને મેં હંમેશા પ્રેમ કર્યો છે. હું તેના માટે હંમેશા પઝેસિવ અને પ્રોટેક્ટિવ રહીશ. જ્યારે હું તેના કામને જોઉં છું, ભલે તે સારું હોય કે ખોટું, મારા મગજમાં એક મોનોલોગ ચાલતું હોય છે અને હું તે તેની સાથે શેર કરું છું.
રણબીર સાથે ફોન પર શું વાત કરે છે દીપિકા?
દીપિકા આગળ કહે છે કે હું તેનું કામ જોઉં છું તો તેને ફોન કરું છું અને કહું છું કે મને શું ગમ્યું, શું નહીં. આ રીતે તે જ્યારે મારી ફિલ્મ જુએ છે તો મને કહે છે કે તેને શું સારું લાગ્યું, શું નહિ.
રણબીરે દીપિકા માટે શું કહ્યું?
જ્યારે રણબીરને દીપિકા અંગે પૂછવામાં આવ્યું હતું તો અભિનેતાએ કહ્યું હતું કે દીપિકા માટે મારા મનમાં જે પ્રેમ છે તે પરિવાર જેવો છે. પ્રેમ, દેખભાળ અને સન્માનની રીત બદલાઈ છે. અમે બંને સકારાત્મક રીતે અમારા જીવનમાં આગળ વધી ચૂક્યા છીએ, પરંતુ સારા માટે.
આ પણ વાંચોઃ અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં પર્ફોમ કરશે અમેરિકન સિંગર Katy Perry, રૂ. 424 કરોડના વિલામાં થશે પ્રોગ્રામ